શોધખોળ કરો
Advertisement
Khuda Haafiz Trailer: પહેલીવાર રોમાન્સ કરતો જોવા મળ્યો વિદ્યુત જામવાલ, ટ્રેલરમાં જોવા મળી શાનદાર એક્શન
બોલિવૂડ એક્ટ્ર વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબજ શાનદાર છે. તેમાં વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબેરોય સાથે રોમાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ટ્રેલરમાં શાનદાર એક્શન સીન દર્શાવવામાં આવ્યા છે.
ડિઝ્ની પ્લસ હોટસ્ટારના વિવાદના ઘણા દિવસો બાદ જામવાલની મચ અવેટેડ ફિલ્મ ‘ખુદા હાફિઝ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ રોમેન્ટિક એક્શન થ્રિલર અને વાસ્તવિક ઘટનાથી પ્રેરિત છે. તેને ફારુક કબીરે ડાયરેક્ટ કરી છે અને તેની કહાણી પણ લખી છે. વિદ્યુત જામવાલ અને શિવાલીકા ઓબેરોય લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લખનઉ અને ઉઝ્બેકિસ્તાનમાં થયું છે.
વિદ્યુત જામવાલ પોતાના પાવરપેક એક્શન મૂવી માટે ઓળખાય છે. તેમાં તે એક્શની સાથે સાથે રોમેન્ટિક અંદાજમાં પણ નજર આવશે. તેમણે કહ્યું કે, ‘ખુદા હાફિઝ’ મારા માટે ખૂબજ ખાસ ફિલ્મ છે. આ પહેલા મે આ પ્રકારનો રોલ નહોતો ભજવ્યો. આ ફિલ્મ રોમાન્સ, એક્શન અને થ્રિલરનો જબરજસ્ત પેક છે. મને ખુશી છે કે, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. સમગ્ર દેશ આ ફિલ્મને માણશે.
ઉલ્લેખનીય છે કે, ફારુક કબીર ‘રેડ’, સ્પેશિયલ 26 અને ઓંકારા જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂક્યા છે. ખુદા હાફિઝ 14 ઓગસ્ટના રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement