ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી એમ પંચોલીની પીઠે ફિલ્મના નિર્માતાના વકીલને ફિલ્મની સામગ્રીના સંબંધે નિર્દેશ લેવાનો નિર્દેશ આપ્યો અને પુછ્યુ કે સેન્સર બોર્ડમાંથી પ્રમાણપત્ર મળ્યા પહેલા આના પ્રૉમોને કઇ રીતે રિલીઝ કરવામાં આવ્યો.
2/6
શહેરના સંગઠન ‘સનાતન ફાઉન્ડેશન’ને એક જનહિત અરજી દાખલ કરીને અનુરોધ કર્યો કે, આ ફિલ્મનું શીર્ષક અને ફિલ્મના કેટલાક સીન બદલી દેવામાં આવે અથવા તો આને ‘‘હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આધારે પ્રતિબંધિત કરી દેવામાં આવે. સંગઠને કોર્ટમાં કહ્યું કે, ફિલ્મનુ નામ એટલા માટે સ્વીકાર્ય નથી કેમકે આ હિન્દુઓના તહેવાર ‘નવરાત્રિ’થી મેચ થતું આવે છે.
3/6
આ ફિલ્મમાં સલમાન ખાનના જીજા આષુય શર્મા અને કલાકાર વરીના હૂસેને એક્ટિંગ કરી છે અને ફિલ્મની કહાની નવરાત્રિની પૃષ્ઠભૂમિ પર છે.
4/6
5/6
જનહિત અરજી પર સુનાવણી દરમિયાન, પ્રતિવાદી નિર્માતાના વકીલે કોર્ટમાં કહ્યું કે, અરજી ‘સમય પૂર્વ’ દાખલ કરવામાં આવી કેમકે ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર નથી મળ્યું.
6/6
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોના એક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મનું નામ ‘લવરાત્રિ’માંથી બદલીને ‘લવયાત્રી’ કર્યા બાદ, એક હિન્દુ સંગઠને ગુજરાત હાઇકોર્ટે બુધવારે કહ્યું કે, નવું નામ પણ સ્વીકાર્ય નથી.