શોધખોળ કરો
જ્યારે હોટલનું બિલ ચૂકવવા માટે વિક્રાંત મેસી પાસે નહોતા પૈસા, એક્ટરે સંભળાવ્યો કિસ્સો
વિક્રાંત મેસીની ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દેશની સૌથી મોટી હ્રદયદ્રાવક ઘટનાઓમાંથી એક પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

વિક્રાંત મેસી
1/7

વિક્રાંત મેસીની ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દેશની સૌથી મોટી હ્રદયદ્રાવક ઘટનાઓમાંથી એક પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિક્રાંતે 12 ફેઈલમાં પોતાની દમદાર એક્ટિંગથી પ્રશંસા મેળવી હતી. નોંધનીય છે કે અભિનેતાએ ઘણા સંઘર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેતાઓ આજે કરોડોમાં ફી વસૂલે છે, જોકે એક સમય એવો હતો જ્યારે પૈસા કમાવવા માટે તેને પોતાનો ફોન પણ વેચવો પડ્યો હતો. વિક્રાંતે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
2/7

કર્લીટેલ્સ સાથે તાજેતરમાં જ થયેલી વાતચીત દરમિયાન વિક્રાંતે ખુલાસો કર્યો હતો કે એક વખત મિત્રો સાથે ગોવાની મુલાકાત દરમિયાન તેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા અને ખર્ચને પહોંચી વળવા માટે તેને પોતાનો મોબાઈલ ફોન વેચવાની ફરજ પડી હતી.
3/7

વિક્રાંતે કહ્યું, “મેં હજુ કમાવાનું શરૂ કર્યું હતું અને હું મારી સાથે 5000 રૂપિયા લઈ ગયો હતો. હું મારા મિત્રો સાથે વોલ્વો બસમાં ગયો હતો.અભિનેતાએ કહ્યું કે તે તેના ગોવા વેકેશનની છેલ્લી રાત હતી, અને તે બધા મિત્રો સાથે મળીને ખર્ચ કરતા હતા. જેમ કે અમે 20 રૂપિયામાં કોલ્ડ ડ્રિંક ખરીદતા હતા, તો દરેક પોતાના પૈસા આપતા હતા.
4/7

હસીન દિલરૂબા અભિનેતાએ ખુલાસો કર્યો કે ચેકઆઉટ સમયે તેના તમામ પૈસા "ખત્મ" થઇ ગયા હતા. તેણે કહ્યું હતું કે અમારે હોટેલનું બિલ ચૂકવવાનું હતું. મારી પાસે મોબાઇલ ફોન હતો, તેથી મેં બિલ ચૂકવવા અને તમામ મિત્રો માટે મુંબઈની રિટર્ન ટિકિટ બુક કરવા માટે મોબાઇલ ફોન વેચી દીધો હતો.
5/7

અગાઉ એક ઈન્ટરવ્યૂમાં વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો હતો કે તેના માતા-પિતા ખૂબ જ મુશ્કેલ દિવસોમાંથી પસાર થયા હતા. સાબરમતી રિપોર્ટ અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેના માતાપિતાને પારિવારિક ઝઘડાને કારણે ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા અને તેઓ એક વેરહાઉસમાં રહેતા હતા.
6/7

અભિનેતાએ કહ્યું હતું કે તેની માતા ટિફિન સર્વિસનું કામ કરતી હતી. તે ઓફિસ જનારાઓ માટે ફૂડ બોક્સ તૈયાર કરતી હતી.આજે વિક્રાંત કરોડોની સંપત્તિનો માલિક છે. ટીવીથી શરૂઆત કરનાર અભિનેતાની કુલ નેટવર્થ 20 થી 26 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
7/7

વિક્રાંતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલી ગોધરા ઘટના પર આધારિત ફિલ્મ 'ધ સાબરમતી' થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ધીરજ સરના દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિક્રાંત ઉપરાંત રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં 6 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
Published at : 18 Nov 2024 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
