આલિયા ભટ્ટની ફિલ્મોની વાત કરીયે તો તે હાલમાં ખુબજ વ્યસ્ત છે. તેની રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આવી રહી છે. આ સિવાય તે કરણ જૌહરની ફિલ્મ 'કલંક' પણ કરી રહી છે. આ બંને ફિલ્મે વર્ષ 2019માં રિલીઝ થશે.
2/4
મહેશ ભટ્ટે વધુમાં કહ્યું કે, આલિયા હવે મોટી થઇ ગઇ છે. અને આ તેનો અંગત મામલો છે તેને જાતે નક્કી કરવાનું છે આલિયા તેની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રખવા માંગે છે અને તે મારી અને પૂજાની જેમ તેની વાતોને પબ્લિક કરવા માંગતી નથી.
3/4
હાલમાં એક ઇવેન્ટ દરમિયાન મહેશ ભટ્ટને રણબીર અને આલિયાની અફેરને લઈને સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું કે, 'હું ક્યારેય મારા બાળકોનાં અંગત જીવન અંગે વાત નહીં કરું. તે એડલ્ટ છે અને આ તેમનો વિશેષ અધિકાર છે'
4/4
નવી દિલ્હીઃ મોડા પડદા પર કરવામાં આવેલ રોમાન્સ મોટેભાગે એક્ટર્સના વ્યક્તિગત જીવનનો હિસ્સો બની જતા હોય છે. આવું જ કંઈક બોલિવૂડના લવબર્ડ કહેવાતા એક્ટર્સ રણબીર અને આલિયાની સાથે થયું છે. આ બન્ને એક્ટર્સ ટૂંકમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રોમાન્સ કરતાં જોવા મળશે, પરંતુ હવે તેના રોમાન્સના કિસ્સા રિયલ લાઈભનો હિસ્સો બની ગયા છે. ફિલ્મના સેટ ઉપરાંત બન્ને એક બીજા સાથે મૂવી ડેટ અને ડિનર ડેટ પર જોવા મળે છે. આ બન્ને એક્ટર્સના અફેરને લઈને આલિયાના પિતા મહેશ ભટ્ટે મોટું નિવેદન આપ્યું છે.