Malaika Arora Health Update: એક્સિડેન્ટથી ખૂબ ડરી ગઈ છે મલાઈકા અરોરા, બહેન અમૃતા અરોરાએ જણાવ્યું કેવી છે તબિયત
Malaika Arora Health Update: 2 એપ્રિલની રાત્રે મલાઈકા રોડ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના ત્યારે અભિનેત્રી પુણેમાં એક ફેશન ઇવેન્ટમાં હાજરી આપીને પરત ફરી રહી હતી.
Malaika Arora Health Update: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ફેન્સ તેને લઈ ઘણા પરેશાન છે. 2 એપ્રિલની રાત્રે મલાઈકા રોડ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના ત્યારે અભિનેત્રી પુણેમાં એક ફેશન ઇવેન્ટમાં હાજરી આપીને પરત ફરી રહી હતી. અભિનેત્રી તેના ઇન્સ્ટાગ્રામ પર પણ સતત ઇવેન્ટના ફોટા શેર કરતી હતી ત્યારે અચાનક સમાચાર આવ્યા કે મલાઈકાનો અકસ્માત થયો છે. મલાઈકાના એક્સિડન્ટના સમાચાર આવ્યા બાદ બધા પરેશાન થઈ ગયા હતા. જોકે, હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને રજા આપવામાં આવી છે.
અકસ્માત બાદ મલાઈકાને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મલાઈકાના કપાળ પર ઈજા છે. હવે તેની બહેન અમૃતા અરોરાએ તેની હેલ્થ અપડેટ આપી છે. જે બાદ અભિનેત્રીના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મલાઈકા અરોરા હવે સ્વસ્થ છે
ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે મલાઈકાની તબિયત સારી છે અને તે સ્થિર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અકસ્માત બાદ મલાઈકા થોડી ડરી ગઈ હતી, તેના કપાળ પર કેટલાક ટાંકા આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાની બાજુમાં તકિયો હતો, જેના કારણે તે મોટી ઈજા થવાથી બચી ગઈ હતી. મલાઈકા આજે બપોરે ઘરે પરત ફરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર વિશેષ અતિથિ તરીકે આવી હતી. તે શોમાં કિરોન ખેર, મનોજ મુન્તાશીર અને બાદશાહ સાથે શોને જજ કરતી જોવા મળી હતી. જ્યારે શિલ્પા શેટ્ટીના શોમાં બે એપિસોડ નહોતા ત્યારે તેની જગ્યાએ મલાઈકા આવી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પહેલા ઘણી સીઝન હોસ્ટ કરી ચુકી છે.
અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે.
View this post on Instagram