કારમાંથી ઉતરતાં જ મલાઇકા અરોડાની હાઇ હીલે આપી દીધો જવાબ, આ હાલ થયો જુઓ વીડિયો
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા તેના લૂક્સ અને સ્ટાઇલિંગને લઇને હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ હાલ તે ઉપ્સ મોમેન્ટના કારણે ટ્રોલ થઇ છે.
![કારમાંથી ઉતરતાં જ મલાઇકા અરોડાની હાઇ હીલે આપી દીધો જવાબ, આ હાલ થયો જુઓ વીડિયો Malaika arora high heel cheated as soon as she got down from the car users said why didn’t she tie a stool on her feet કારમાંથી ઉતરતાં જ મલાઇકા અરોડાની હાઇ હીલે આપી દીધો જવાબ, આ હાલ થયો જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/1ff8e4dba782123861fbb24b15f87cc2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા તેના લૂક્સ અને સ્ટાઇલિંગને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ગ્લેમરશ લૂકના કારણે ચર્ચામાં રહેનાર મલાઇકા અનેક વખત ટ્રોલિંગનો શિકાર પણ થઇ છે. મલાઇકા તેની સ્ટાઇલિંગને લઇને સજગ રહે છે. આટલું જ નહી લૂકને લઇને પણ સભાન રહે છે.
હાલમાં જ અભિનેત્રી તેની સ્ટાઇંલિગના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની. મલાઇકાને હિલ્સ ખૂબ જ પસંદ છે પરંતુ અહીં હિલ્સ જ તેની પરેશાની બની ગઇ. આ મોમેન્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે ઉપ્સ મોમેન્ટો શિકાર થતી જોવા મળે છે.
">
![કારમાંથી ઉતરતાં જ મલાઇકા અરોડાની હાઇ હીલે આપી દીધો જવાબ, આ હાલ થયો જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/08eb97831fbf3dee702ae1ae25d8d6c9_original.jpg)
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, અભિનેત્રી મલાઇકા તેની હાઇ હીલના કારણે પડતાં-પડતાં માંડ બચી. આ વીડિયો સામે આવ્યાં બાદ ઇન્ટરનેટ પર ફરી લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. મલાઇકા તેની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં ગઇ હતી. ક્રિસમસ સેલિબ્રેશન માટે જતી મલાઇકાના કાર પરથી ઉતરતા જ હીલના કારણે પગ વળી ગયો આ મોમેન્ટને ત્યાં મોજૂદ પેપરાજીએ કેમેરામાં કેદ કરી લીધી.
આ દરમિયાન, તેણી કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેણીની હાઈ હીલ્સનું સંતુલન બગડી ગયું અને તે નીચે પડતાં બચી ગઈ. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ ત્યાં હાજર હતો, પરંતુ તે મલાઈકાથી થોડે દૂર હતો. જેના કારણે તે તેમને સંભાળી શકતો ન હતો.કૅમેરાની સામે ઉપ્સ મોમેન્ટની ભોગ બન્યા પછી પણ અભિનેત્રીએ પરિસ્થિતિને હોશિયારીથી સંભાળી હતી. જો કે, આ દરમિયાન મામલો પાપારાઝી માટે પોઝ આપ્યા વિના જ ચાલ્યો ગયો. ત્યારપછી તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નોંધનીય છે કે, કરિશ્મા કપૂરે હાલમાં જ ક્રિસમસ પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં મલાઈકા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન, તે લીલા ડીપ નેક બ્રેલેટ સાથે લીલા શોર્ટ્સમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે તેના આઉટફિટને કમ્પલિટ કરવા માટે લીલા રંગના જેકેટનો ઉપયોગ કર્યો હતો. તેમજ હાઈ હીલના સેન્ડલ પણ પહેર્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)