શોધખોળ કરો
Advertisement
‘કનિકા કપૂરના કારણે ભારતમાં મોટા પ્રમાણમાં પેટાચૂંટણીઓ થશે’, સોશિયલ મીડિયા પર ફરી રહી છે કેવી જોક ? જાણો વિગત
કનિકા કપૂર 9 માર્ચે લંડનથી પરત ફરી હતી. તેણે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ ન કરાવ્યું હોવાનો આરોપ હતો. જોકે કનિકાએ આરોપોને ફગાવી દીધા હતો.
મુંબઈઃ બોલીવુડ ગાયિકા કનિકા કપૂરનો કોરોનાવાયરસનો રીપોર્ટ બીજી વાર પણ પોઝિટિવ આવ્યો છે. કનિકાએ હવે લાંબો સમય આઈસોલેશનમાં રહેવું પડશે એ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે સોશિયલ મીડિયા પર કનિકાના કોરોનાવાયરસના ચેપ અંગે જાત જાતની જોક ફરતી થઈ છે.
આ પૈકી એક મેસેજમાં કહેવાયું છે કે, અગર કનિકા કપૂર કા નિશાના સહી લગા તો બડી માત્રા મેં ઉપચુનાવ હોંગે હિંદુસ્તાન મેં. કનિકા કપૂરની પાર્ટીમાં મોટા પ્રમાણમાં સાંસદો ધારાસભ્યો હાજર હતા તેના સંદર્ભમાં આ રમૂજ ફરતી થઈ છે.
પરિવારજનોના આક્ષેપ બાદ ફરીથી કનિકાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે તેનો અગાઉનો રિપોર્ટ પણ પોઝિટિવ જ આવ્યો હોવાની વાત સાચી જ સાબિત થઈ છે.
પરિવારને શંકા છે રિપોર્ટ ખોટો પણ હોઇ શકે છે. કારણકે કનિકા જે લોકોના સંપર્કમાં આવી હતી તમામ લોકોના અત્યાર સુધીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કનિકાના પરિવારમાં આશરે 30 લોકોના સેંપલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ તેમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
કનિકા કપૂર 9 માર્ચે લંડનથી પરત ફરી હતી. તેણે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ ન કરાવ્યું હોવાનો આરોપ હતો. જોકે કનિકાએ આરોપોને ફગાવી દીધા હતો.
લખનઉ પોલીસના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી સંક્રમિત કનિકાનો એરપોર્ટ પર જ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે બાદ તેને ક્વોરેન્ટાઇનમાં રહેવા જણાવાયું હતું પરંતુ તેણે નિયમ તોડ્યો હતો. જે બદલ તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion