આ પહેલા નિર્દેશક સુભાષ ઘાઈ પર એક મહિલાએ આરોપ લગાવ્યો હતો. મહિલાએ સુભાષ ઘાઈ પર આરોપ લગાવતા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુભાષ ઘાઈએ તેના ડ્રીંક્સમાં નશાનો પદાર્થ મેળવી દિધઓ અને તેનું યૌનશોષણ કર્યું હતું.
2/3
કેટ શર્માએ આરોપ લગાવ્યો છે કે સુભાષ ઘાઈએ ઓગસ્ટ મહિનામાં તેને પોતાની પાસે બોલાવી અને મસાજ કરવા માટે કહ્યું, આ દરમિયાન ત્યાં પાંચ છ લોકો હાજર હતા. મે તેમને મસાજ કરી આપ્યું અને હાથ ધોવા માટે ગઈ, પરંતુ ત્યારે સુભાષ ઘાઈ મારી પાછળ આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી, આ દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે પોલીસે કેટ શર્માની ફરીયાદ દાખલ કરી છે.
3/3
મુંબઈ: #Metoo કેમ્પેઈનના કારણે બોલીવૂડના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અભિનેત્રી કેટ શર્માએ ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈ સામે યૌનશોષણની ફરીયાદ નોંધાવી છે. આ પહેલા નાના પાટેકરથી લઈને સાજિદ ખાન સુધી બોલીવૂડના ઘણા લોકો પર યૌનશોષણનો આરોપ લાગી ચુક્યો છે.