શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરના પિતાનું મુંબઈમાં નિધન, લોકડાઉનના કારણે બેંગલુરુમાં ફસાયો
બૉલિવૂડના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીના પિતાનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.
મુંબઈ: બૉલિવૂડના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર રેનલ ફેઈલ થવાના કારણે મંગળવારે અવસાન થયું હતું. જ્યારે મિથુન હાલમાં લોકડાઉનના કારણે બેંગલુરુમાં ફસાયા હોવાના અહેવાલ છે, એવામાં તેઓ મુંબઈ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે શૂટિંગના કારણે મિથુન બેંગ્લોર ગયા હતા અને લોકડાઉનના કારણે ત્યાં ફસાઈ ગયા છે. પિતાના અવસાનની જાણકારી મળ્યા બાદ તેઓ મુંબઈ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે મિથુનનો મોટો પુત્ર મિમોહ હાલ મુંબઈમાં છે.
મિથુનના પિતાના અવસાન પર દિગ્ગજ બાંગ્લા એક્ટ્ર્સે રિતુપર્ણા સેન ગુપ્તાએ ટ્વીટ કરીન શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે, ‘મિથુન દા આપના પિતાને મારી શ્રદ્ધાંજલિ. હિમ્મત રાખો અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’ જો કે સત્તાવાર રીતે આ મામલે નિવેદન આવવાનું બાકી છે.
ઉલ્લેખનીય છે કે, બસંત કુમારના ચાર બાળકો છે. જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ સામેલ છે. મિથુન સૌથી મોટો પુત્ર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement