શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માને લાગ્યો ડર, ‘ધ કપિલ શર્મા શો’ના સેટની સુરક્ષા વધારી
મુંબઈ: રિતેશ દેશમુખ અને નરગિસ ફાખરી છેલ્લાં ઘણા દિવસોથી ‘ધ કપિલ શર્મો શો’માં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બેજો’નું પ્રમોશન કરવા ઈચ્છી રહ્યા હતા. આમ છતાં એક પ્રમોશનલ એપિસોડ બુધવારે શૂટ કરી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એપિસોડનું શૂટિંગ સામાન્ય એપિસોડની જેમ થયું નહોતું. શૂટિંગ દરમિયાન ફિલ્મ સિટીમાં ઘણી સિક્યોરિટી જોવા મળી હતી. અને ખાસ કરીને ‘ધ કપિલ શર્મા શો’ના સેટની નજીક ઘણી સુરક્ષા વધારવામાં આવી હતી.
એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, શોના શૂટિંગ જોવા પહોંચેલા એક પ્રશંસકે જણાવ્યું હતું કે, ‘ફિલ્મ સિટીના ગેટથી ધ કપિલ શર્મા શોના સ્ટેજ સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. ફિલ્મ સિટીમાં લોકોને ઓળખ કાર્ડ બતાવ્યા પછી જ એંટ્રી આપવામાં આવી રહી હતી. કોઈ પણ અજાણ્યા શખ્સોને અંદર ઓળખ કાર્ડ વગર પ્રવેશવા દેવામાં આવતા નહોતા. આટલું જ નહીં, સ્ટુડિયોની બહાર કોઈ ટેક્ષીને પણ ઉભી રાખવામાં મનાઈ હતી. અને સુરક્ષાકર્મી કંઈપણ અણબનાવ ન બને તેના માટે ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement