શોધખોળ કરો
Advertisement
સસરાના તેરમામાં હસતી જોવા મળી આ એક્ટ્રેસ, ભડક્યા યૂઝર્સે કહ્યું- આ જ છે તારી સભ્યતા....
શોકસભાની તસવીરોમાં મોનાલિસા હસીને પોઝ આપી રહી છે.
નવી દિલ્હીઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાના સસરાનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. ગુરુવારે મોનાલિસાના સસરા કન્હૈયા સિંહનું તેરમું હતું. આ દરમિયાન મોનાલિસા પોતાના સાસરીપક્ષ સાથે જોવા મળી હતી. મોનાલિસાના સસ્રા અને વિક્રાંત સિંહના પિતા કન્હૈયા સિંહ માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. મોનાલિસાએ શોકસબાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જોકે આ તસવીર જોતા જ યૂઝર્સે મોનાલિસાને ટ્રોલ કરાવનું શરૂ કર્યું છે.
શોકસભાની તસવીરોમાં મોનાલિસા હસીને પોઝ આપી રહી છે. આ જ કારણે તે ટ્રોલર્સના નિશાને આવી છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, મોનાલિસાનું આ વર્તન અસભ્ય છે. જે પ્રકારે તે તેરમામાં હસી રહી છે તેને શરમ આવવી જોઈએ.
એક યૂઝરે લખ્યું, “દુઃખ વ્યક્ત કરવાની આ સારી રીતે છે. અહીં તો પોઝ ના આપ.” બીજા એક યૂઝરે લખ્યું, “હદ થઈ ગઈ તેરમું પણ ના છોડ્યું. અહીં પણ હસવાનું સૂઝે છે.” આ પ્રકારની ઘણી કોમેન્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા યૂઝર્સ મોનાલિસાને ટ્રોલ કરી રહ્યા છે. 28 જુલાઈએ મોનાલિસાના સસરાનું નિધન થયું હતું. રિપોર્ટ્સ મુજબ, મોનાલિસાના સસરા છેલ્લા થોડા સમયથી કેન્સરની બીમારીથી ઝઝૂમતા હતા. મોનાલિસાના સસરા કન્હૈયા સિંહની સારવાર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ચાલતી હતી. મોનાલિસાએ પોતે સસરાના અવસાનની વાત કન્ફર્મ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement