શોધખોળ કરો
ટેબલ પર શાકભાજી સાથે MS ધોનીની દીકરી જીવા શું કરી રહી છે, જુઓ ક્યૂટ વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે આ વીડિયોમાં વેજિટેબલનું માહિતી આપે છે. જુઓ ક્યૂટ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા સોશિયલ મીડિયા સ્ટાર છે. જીવાનું ખુદનું વેરીફાઇડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જીવાના અકાઉન્ટ પર તેમના ક્યૂટ વીડિયો છે. હાલ તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે શાકના નામ અને તેમની ફેવરિટ સબ્જીનું નામ જણાવે છે. જીવાને વીડિયોમાં પૂછવામાં આવે છે કે,તે આ શાક ક્યાંથી લાવી છે? તો જીવા કહે છે, બાગમાંથી લાવી છું. જીવા વીડિયોમાં શાકભાજીના નામ પણ જણાવે છે. તે કહે છે, કોથમીર, ટામેટા, ગાજર, મૂળા. જીવા એવું પણ કહે છે કે, આ બધા જ શાક ફાયદાકારક છે. વીડિયોમાં જીવાને પૂછવામાં આવે છે કે, તેમની પસંદગીની સબ્જી કઇ છે. ત્યારે જીવા જવાબ આપે છે ગાજર.
5 વર્ષની જીવાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1.8મિલિયન ફોલોવર્સ છે. જો કે તે આ અકાઉન્ટ ખુદ હેન્ડલ નથી કરતી. જીવાના અકાઉન્ટને તેમના મમ્મી-પપ્પા હેન્ડલ કરે છે. તેઓ જીવાના ક્યૂટ વીડિયો અને ફોટો ઇન્સ્ટા પર પોસ્ટ કરતા રહે છે. થોડા દિવસ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ પહેલી વખત જીવા સાથે એક એડ ફિલ્મમાં કામ કર્યું. એડ ફિલ્મના શૂટિંગને જીવાએ ખૂબ એન્જોય કર્યું હતું. તે ડાન્સ કરતી જોવા મળે છે. પહેલી વખત દીકરી સાથે શૂટિંગનો અનુભવ શેર કરતા ધોનીએ શૂટિંગનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું, ‘જીવા સાથે શૂટિંગનો અનુભવ શાનદાર રહ્યો’View this post on Instagram
વધુ વાંચો





















