શોધખોળ કરો
Advertisement
વરસાદના કારણે મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ બોલીવુડની આ સ્ટાર એક્ટ્રેસ, સામે આવ્યો વીડિયો
અનુષ્કાએ વીડિયો ઉપરાંત ટ્રાફિકની એક તસવીર પણ શેર કરી. તેણે કહ્યું, જ્યારે આપણે જિંદગીમાં મળેલી દરેક ચીજની પ્રશંસાની વાત કરીએ છીએ તો શું તેમાં ટ્રાફિક પણ આવે છે ? એક મિત્ર માટે પૂછી રહી છું. કૂલ, થેંકસ!
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમીથી સેલિબ્રિટી સુધીના તમામ લોકો વરસાદના કારણે પ્રભાવિત થયા છે. મુંબઈમાં મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામના કારણે લોકો જ નહીં બોલીવુડ સ્ટાર્સ પણ કામ જવામાં લેટ થયા હતા. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે સવારે ટ્રાફિકમાં ફસાયેલો તેનો એક વીડિયો શેર કર્યો હતો.
અનુષ્કાએ વીડિયો ઉપરાંત ટ્રાફિકની એક તસવીર પણ શેર કરી. તેણે કહ્યું, જ્યારે આપણે જિંદગીમાં મળેલી દરેક ચીજની પ્રશંસાની વાત કરીએ છીએ તો શું તેમાં ટ્રાફિક પણ આવે છે ? એક મિત્ર માટે પૂછી રહી છું. કૂલ, થેંકસ!
અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા વર્લ્ડકપમાં પતિ વિરાટ કોહલી સાથે ઈંગ્લેન્ડમાં હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તે કામમાં વ્યસ્ત થઈ ગઈ છે પરંતુ હવામાન અને ટ્રાફિકના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement