પોતાના અભિનય પર તેના માતા-પિતાનાં રિએક્શન અંગે વિકીનું કહેવું છે કે, ‘મસાન મારી પહેલી ફિલ્મ હતી જે મારા પિતા (એક્શન ડાયરેકટર શામ કૌશલ)એ જોઇ હતી અને બાદમાં તેઓએ કહ્યું હતું કે મેં ઘણું સારૂ કામ કર્યું છે.’ પિતાનાં મોઢે આવા શબ્દો સાંભળીને મને બહુ આનંદની લાગણી થઇ હતી.
2/4
વિકીએ કહ્યું કે, ‘મારી માંએ મને ‘રમન રાધવ 2.0′ જોયા બાદ કહ્યું હતું કે તું કેટલો પણ અભિનય કરી લે પરંતુ હું તને નફરત નહીં કરી શકુ, પરંતુ આ પાત્રએ એવું કરી દીધું’
3/4
નવી દિલ્હીઃ બોલિવુડમાં નવા એક્ટર્સની વાત કરીએ તો વિકી કૌશલની ગણના સૌથી વધારે ટેલેંટેડ એક્ટર્સમાં થાય છે. વિકીએ અત્યાર સુધીમાં ‘મસાન’, ‘રમન રાઘવ 2.0’ અને ‘રાઝી’ જેવી ફિલ્મોમાં કરી છે જેમાં તેના કામના વખાણ થયા છે. વિકી કૌશલનું કહેવું છે કે તેમની મા તેમની એક્ટિંગ જોઈને તેની પ્રશંસક બની ગઈ છે.
4/4
તાજેતરમાં મીડિયા સાથે વાત કરતાં વિકીએ જણાવ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેમની ફિલ્મ ‘રમન રાઘવ 2.0’ જોયા બાદ મારી માંને ફિલ્મનાં મારી ભૂમિકાથી નફરત થઇ ગઇ હતી. આ ફિલ્મમાં વિકીએ એક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી રાઘવનનો રોલ અદા કર્યો હતો જે કોઇપણ ગુનો કરતાં અચકાતો નથી.