નવી દિલ્હીઃ પોતાની છેલ્લી ફિલ્મ 5 વેડિંગ્સની નિષ્ફળતા બાદ એક્ટ્રેસ નરગીસ ફખરી એક વખત ફરી હોરર ફિલ્મ અમાવસથી રૂપેરી પડદે વાપસી કરવા જઈ હી છે. જોકે અહેવાલ છે કે, નરગીસ પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન નહીં કરે. ભૂષણ પટેલના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મ 8 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
2/4
અમાવસ ફિલ્મની આખી ટીમ ખૂબ પ્રમોશન કરી રહી છે, પરંતુ નરગીસે તેની ફિલ્મનું પ્રમોશન છોડી દીધુ અને અધવચ્ચે જ પ્રમોશન છોડી અમેરિકા રવાના થઇ ગઇ. જોકે આમ કરવા પાછળનું કારણ જાણીને તમને આઘાત લાગશે.
3/4
પ્રમોશન છોડવા પાછળનું કારણ તેનો બોયફ્રેન્ડ અને અમેરિકન ડિરેક્ટર મેટ એલોન્ઝો છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યાં છે કે હવે નરગીસ અને તેના બોયફ્રેન્ડ મેટ વચ્ચે કંઈક સારુ ચાલી રહ્યું નથી. આ કારણે નરગીસ ખૂબ અસ્વસ્થ અને પરેશાન છે. ફિલ્મના નિર્માતાઓએ પણ નરગીસને જવાબદાર ગણાવી છે.
4/4
પ્રોડક્શન હાઉસના નજીકના સ્પોટબોયએ જણાવ્યું હતું કે, "શરૂઆતના દિવસેમાં પ્રમોશન ખૂબ જ સારી રીતે થયું પરંતુ ત્યારબાદ તેણીએ અનેક નખરા બતાવવાનું શરૂ કર્યું. તેમણે વચન આપ્યું હતું કે તે સિટી ટૂર અને ફિલ્મની દરેક વસ્તુનો ભાગ બનશે જે ફિલ્મ માટે લાઇનઅપ કરવામાં આવ્યાં છે. પરંતુ તેના માટે તે પરત ફરી નહીં. આ ફિલ્મના મેકર્સ કોઇપણ શો માં જઇને તેમની ફિલ્મને પ્રમોટ કરી શક્યા નથી. નરગીસની ગેરહાજરીમાં હવે કેટલાક ટીવી સિતારાઓ આ ફિલ્મના પ્રમોશન માટે આગળ આવી રહ્યાં છે.