શોધખોળ કરો
Advertisement
નવજોતસિંહ સિદ્ધૂ છોડશે ‘ધ કપિલ શર્મા શો', જાણો શું આપ્યું કારણ
મુંબઈ: નવજોત સિંહ સિદ્ધૂએ જ્યારથી રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે ત્યારેથી એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ આપ અથવા કોંગ્રેસમાં જોડાશે. સાથે એ પણ ખબર આવી રહી છે કે અમુક લોકોએ પોતાની છબી સુધારવા માટે ‘ધ કપિલ શર્મા શો’ને છોડવાનો બોધ આપ્યો છે.
જો કે, તે સમયે આ વાત સાચી સાબિત થઈ નહોતી, પરંતુ હવે એક અખબારે કહ્યું છે કે સપ્ટેબરમાં શોની સાથે સિદ્ધૂનો કૉન્ટ્રેક્ટ પણ પુરો થઈ રહ્યો છે અને હવે આગળ વધારવા માંગતા નથી. જો કે, થોડા સમય પહેલા સિદ્ધૂએ ‘આવાઝ-એ-પંજાબ’ પક્ષની જાહેરાત કરી હતી. હવે ‘આવાઝ-એ-પંજાબ’સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સિદ્ધૂ સપ્ટેબર પછી રાજનૈતિક રીતે પોતાની કમાન સંભાળી લેશે.
તેમાં કોઈ શક નથી કે કપિલ શર્માના શોને સફળ બનાવવા માટે જેટલો હાથ કપિલનો છે તેટલો હાથ સિદ્ધૂનો પણ છે. દર્શકોને સિદ્ધૂનો અંદાજ અને શાયરી એટલી પસંદ છે કે જેટલી કપિલની કૉમિક ટાઈમિંગ. જેથી હવે દર્શકો બેશક સિદ્ધૂના શોને ખુબ મિસ કરવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement