બાળકો ખાતર પત્ની આલિયા સાથે સમાધાન કરવા તૈયાર Nawazuddin Siddiqui, મૂકી આ શરત
Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી તેના બાળકોને મળવા માંગે છે અને આ માટે તે તેની પત્ની આલિયા સાથે કાયદાકીય મુદ્દાઓ પર સમાધાન કરવા સંમત થયો છે. જોકે તેણે એક શરત પણ મૂકી છે.
Nawazuddin Siddiqui on Wife Aaliya: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સિદ્દીકી સાથેની કાનૂની લડાઈને લઈને ઘણા સમયથી વિવાદમાં છે. અભિનેતાની પત્નીએ તેમના પર ઘરની બહાર કાઢી મૂકવાથી લઈને બળાત્કાર સુધીના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલાને લગતું એક મોટું અપડેટ આવી રહ્યું છે. અભિનેતાએ કહ્યું છે કે તે પત્ની આલિયા સાથે કાયદાકીય મુદ્દાઓ પર સમાધાન કરવા તૈયાર છે પરંતુ આ માટે તેની એક શરત છે.
પત્ની આલિયા સાથે સમાધાન માટે નવાઝે આ શરત મૂકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું છે કે જો તેને તેના બે બાળકો યાની અને શોરાને મળવા દેવામાં આવે તો તે તેની હેબિયસ કોર્પસ અરજી પાછી ખેંચી લેશે. કોર્ટમાં નવાઝના વકીલ પ્રદીપ થોરાટે જણાવ્યું હતું કે અભિનેતાના બંને બાળકો દુબઈમાં તેમની શાળાએ જતા ન હતા અને તેઓ ક્યાં છે તેની કોઈ ભાળ મળી નહોતી જેના લીધે તેઓએ આ પિટિશન દાખલ કરી હતી.
View this post on Instagram
નવાઝે શા માટે અરજી દાખલ કરી
એક અહેવાલ મુજબ તેણે કહ્યું, ‘મને આ અરજીમાં મળી શકે તેવી મર્યાદિત રાહતની ખબર છે’ તેણે તેના બાળકોને શારીરિક રીતે જોયા નથી અને તે તેમના વિશે ચિંતિત છે. જો આલિયા તેને તેના બંને બાળકોને મળવાની મંજૂરી આપે તો હું આઅરજી પાછી ખેંચી લઈશ.
View this post on Instagram
શું કહ્યું આલિયાના વકીલે?
બીજી તરફ આ મામલામાં આલિયાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શિખર ખંડેલવાલે જણાવ્યું હતું કે અરજી યોગ્યતા વગરની હતી કારણ કે જ્યારે તે દાખલ કરવામાં આવી ત્યારે તેની અસીલ તેના બે બાળકો સાથે નવાઝની માતાના બંગલામાં રહેતી હતી, તો તે કેવી રીતે શક્ય છે કે તેઓને ખબર ન હતી કે બાળકો ક્યાં હતા? તેઓ કોઈપણ સમયે તેમના બાળકોની મુલાકાત લેવા માટે મુક્ત છે. જો કે તેઓ પોતે બાળકોને મળી રહ્યા નથી.