શોધખોળ કરો
Advertisement
દીપિકા, સારા,રકુલ અને શ્રદ્ધા કપૂરના નાણાકીય રેકોર્ડની થશે તપાસ, જાણો
બોલીવૂડ ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીએ હાલમાં જ દીપિકા પાદૂકોણ, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરી છે.
મુંબઈ: બોલીવૂડ ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીએ હાલમાં જ દીપિકા પાદૂકોણ, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરી છે. એનસીબીએ કથિત વ્હોટ્સએપ ચેટમાં તેનું નામ સામે આવ્યા બાદ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. વ્હોટ્સએપ ચેટમાં આ લોકો ડ્રગ્સ મંગાવવા અથવા તો આ સંબંધિત વાત કરી રહ્યા હતા. બોલીવૂડમાં ડ્રગ્સનો મામલો સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન સામે આવ્યો છે.
એનસીબીએ પૂછપરછ બાદ કોઈને બીજી વખત પૂછપરછ માટે નથી બોલાવ્યા. પરંતુ એનસીબીનું કહેવું છે કે આ તમામે સંતુષ્ટ જવાબ નથી આપ્યો. આ મામલે એક તાજા રિપોર્ટ મુજબ એનસીબી દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ અને સારા અલી ખાનના નાણાકીય રેકોર્ડની તપાસ કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ અભિનેત્રીઓના બેંક એકાઉન્ટની તપાસ થશે. એનસીબીએ પહેલા જ અભિનેત્રીઓના ક્રેડિટ કાર્ડના છેલ્લા ત્રણ વર્ષ સુધીની ડિટેલ્સની તપાસ કરી છે. એ પણ તપાસ કરવામાં આવી છે કે કોઈને નાણાની ચૂકવણી ડ્રગ્સ સંબંધિત તો નથી કરવામાં આવી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement