જાણીતા સિંગર મુકેશના પૌત્ર અને ગાયક નીતિન મુકેશના પુત્ર નીલ નીતિન મુકેશે બોલિવૂડની અનેક જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ કે જોની ગદ્દાર, ન્યૂયોર્ક અને સાત ખૂન માફ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
2/3
નીલે પહેલા પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, એ વાતથી કોઈ ફેર નથી પડતો કે અમને દીકરો આવે કે દીકરી જે પણ આવે તે બાળક તંદુરસ્ત હોવું જોઈએ. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2017માં નીલે મુંબઈમાં રહેતી રુક્મણી સાથે લગ્ન કર્યા હતા. તેઓએ અરેંજ મેરેજ કર્યા હતા.
3/3
નવી દિલ્હીઃ નીલ નીતિન મુકેશની પત્ની રુક્મણીએ બપોરે 3-30 કલાકની આસપાસ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. આ પહેલા એપ્રિલ મહિનામ નીલએ તેના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તે અને તેની પત્ની જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.