તમને જણાવીએ કે, જો જોનસે પ્રિયંકા ચોપરા અને પોતાના ભાઈ નિક જોનસ વિશે આ વાત લગ્નના થોડા દિવસ બાદ કરી છે. જોધપુરમાં થયેલ લગ્નમાં સામેલ જો જોનસ પોતાની ફિયાન્સ સોપી ટર્નરની સાથે આગળની સીટ પર બેઠા હતા.
2/3
અમેરિકન સિંગર નિક જોનસના મોટા ભાઈ જો જોનસે ભાઈ નિક અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્નને લઈને મહત્ત્વની વાત કહી છે. તેણે કહ્યું કે, ‘બન્નેની જોડી સ્વર્ગમાં બની છે.’ વેબસાઈટ પીપલ ડોટ કોમ અનુસાર, ડીએનસીઈ ફ્રન્ટમેને આ સપ્તાહે ન્યૂયોર્કમાં જે. સી પેની સમારોહમાં આ વાત કહી જ્યાં તેણે પ્રિયંકાની સાથે પોતાના ભાઈ નિકના સંબંધ વિશે વાતચીત કરી. જોએ કહ્યું કે, પ્રિયંકા સાથે નિકની પ્રથમ મુલાકાત બાદ નિકનો ચહેરો જોઈને, જે રીતે તે તેના વિશે વાત કરતો હતો અને ત્યાર બાદ તેને મળવાની તક મળવા પર અને એ જાણ્યા બાદ તે કેટલી અદ્ભૂત છે, મને તરત જ લાગ્યું હતું કે તેની જોડી સ્વર્ગમાં બની છે.
3/3
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ પ્રિયંકા અને નિકની યોજાયેલા રિસેપ્શનમાં પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહ્યા હતા. પરંતુ હવે નિક જોનસના મોટા ભાઈ જો જોનસે પ્રિયંકા અને નિકની જોડીને લઈને મહત્ત્વની વાત કરી છે.