શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીની સેલની બાજુમાં જ છે ઇન્દ્રાણી મુખર્જીની સેલ, પથારી અને પંખા વગર ખાઈ રહી છે જેલની હવા
રિયાના સેલમાં કોઈ પંખો નથી અને ન તો તેને ઉંઘવા માટે ચટાઈ આપવામાં આવી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુખ્ય શંકાસ્પદ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. તેને 14 દિવસની જેલમાં મોકલવામાં આવી છે. રિયાને મુંબઈની બાયકુલા જેલમાં રાખવામાં આવી છે જ્યાં તેની પાસે સુવા માટે ન તો પથારી છે અને ન તો પંખો. રિપોર્ટ અનુસાર રિયાની બાજુમાં જ ઇન્દ્રાણી મુખર્જીની સેલ છે જેની પોતાની દીકરી શીના બોરાની હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી.
સૂત્રો અનુસાર, બાકી કેદીઓ દ્વારા રિયા પર હુમલો કરવામાં આવી શકે છે માટે સુરક્ષા કારણોસર રિયા ચક્રવર્તીને એક અલગ રૂમના સેલમાં રાખવામાં આવી છે જ્યાં ત્રણ શિફ્ટમાં બે પોલીસકર્મી હંમેશા હાજર રહે છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રિયાના સેલમાં કોઈ પંખો નથી અને ન તો તેને ઉંઘવા માટે ચટાઈ આપવામાં આવી છે. જોકે કોર્ટે મંજૂરી આપી તો રિયાને એક ટેબલ ફેનની સુવિધા આપવામાં આવી શકે છે. તમને જણાવીએ કે, મુંબઈના બાયકુલા જેલ જ એક એવી માત્ર જેલ છે જ્યાં મહિલા કેદીઓને રાખામાં આવે છે. બીજા બાજુ રિયા ચક્રવર્તીની જામીન અરજીને પણ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement