શોધખોળ કરો
Advertisement
એક વ્યક્તિએ દોડીને મલાઈકા અરોરા સાથે સેલ્ફી લીધી પછી શું થયું? જાણો વિગત
જીમની બહાર મલાઈકા અરોરા જેવી કારમાંથી ઉતરે છે એવું તરત જ એક વડીલ તેની પાસે દોડીને આવતાં જોવા મળે છે અને સેલ્ફી લેવા લાગે છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ વાતને લઈ બોલિવૂડમાં ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરાની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. ત્યારે હાલ ફરી એકવાર મલાઈકાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક મોટી ઉંમરના વડીલ સાથે જોવા મળી હતી.
અવાર-નવાર મલાઈકા જીમની બહાર જોવા મળતી હોય છે. તો તેવી જ રીતે આ વખતે જીમની બહાર મલાઈકા કારમાંથી ઉતરી કે તરત એક વડીલ તેની પાસે દોડીને આવતાં જોવા મળે છે અને સેલ્ફી લેવા લાગે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પહેલા તો મલાઈકા ચોંકી જાય છે. પરંતુ બાદમાં વડીલ સાથે શાંતિથી સેલ્ફી લે છે. વાત તો ત્યાં સુધી કે વડીલ સેલ્ફી સરખી રીતે નહોતા લઈ શકતા તો મલાઈકાએ મદદ કરી હતી. પરંતુ પછી વડીલે હાથ મિલાવવા માટે હાથ આગળ લંબાવ્યો તો મલાઈકાએ ના પાડી દીધી હતી અને જીમ તરફ જવા લાગી હતી. મલાઈકાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર થયો છે. વીડિયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો છે. એક તરફ લોકો તેમાં પોતાની રીતે કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, મલાઈકાના તો કાકા પણ ફેન છે તો કોઈએ તેના ડ્રેસને લઈ પણ કોમેન્ટ કરી છે. જ્યારે મલાઈકાના વખાણ કરનારની સંખ્યા પણ ઘણી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement