શોધખોળ કરો
BJPને સત્તામાંથી હટાવવા માટે 100થી વધુ ફિલ્મ નિર્માતાઓએ વોટર્સને કરી અપીલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 100 થી વધુ લોકોએ શુક્રવારે વોટર્સને ભાજપને મત નહીં આપવાની અપીલ કરી છે. ફિલ્મ નિર્માતાઓએ એક વેબસાઇટ ‘ www.artistuniteindia.com’ પર આ અપીલ પોસ્ટ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ મેકર્સ દેશના લોકતંત્રની રક્ષા માટે એકજૂટ થયા છે. આ અપીલ કરનારાઓમાં વેત્રી મારન, આનંજ પટવર્ધન, સનલકુમાર શશીધરન, સુદેવન, દીપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ, કબિર સિંહ ચોધરી, અંજલિ મોટનિઅરો, પ્રવીણ મોરછાલે. દોવાશીષ મખીજા, આશિક અબુ અને ફિલ્મ સંપાદક બીના પોલ સામેલ છે. આ ફિલ્મ નિર્માતાઓમાં મોટાભાગના સ્વતંત્ર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આપણો દેશ અત્યાર સુધીની સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સાંસ્કૃતિક રીતે જીવંત અને ભૌગોલિક રૂપથી વિવિધ, આપણે એક દેશના રૂપમાં હંમેશાની એકજૂટ રહ્યાં છે. આ મહાન દેશના નાગરિક હોવું હંમેશા મહાન અનુભવ રહ્યો છે... પરંતુ હાલમાં આ વધું જ દાવ પર છે. ” આ નિર્માતાઓના નિવેદન અનુસાર, “જો આપણે આગામી લોકસભા ચૂંટણીમાં બુદ્ધિમત્તા સાથે સરકાર નહીં ચૂંટીએ તો ફાસિસ્ટવાદનો ખતરો આપણા પર હુમલો કરશે.” દેશમાં ધ્રુવીકરણનું અભિયાન અને ધૃણા રાજનીતિ, ગૌરક્ષાના નામ પર હિંસા, દલિતો, મુસલમાનો અને ખેડૂતોને હાંસિયામાં ધકેલવા અને સેંસપશિપને વધારો આપવાનો હવાલો આપતા નિવેદન આપવામાં આવ્યું છે. “આપણે જાણીએ છે કે ભાજપ જ્યારથી સત્તામાં આવી છે. ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે અને તે વધુ ખરાબ થતી જઈ રહી છે. કોઈ પણ તેની સામે થોડી પણ અસહમતિ દર્શાવે છે ત્યારે તેને દેશદ્રોહી ઠેરવવામાં આવે છે. ” આ નિવેદનમાં એક અપીલ સાથે કહેવામાં આવ્યું છે કે “અમે આપ તમામને હાનિકારક સરકારને સત્તામાં આવવાથી રોકવા માટે તમારી ક્ષમતાના હિસાબથી બધુ જ કરવાનો આગ્રહ કરીએ છે. તમે એવી સરકારને પસંદ કરો જે ભારતના સંવિધાનને આદર કરે અને તમામ પ્રકારની સેંસરશિપથી દૂર કરે”
વધુ વાંચો




















