શોધખોળ કરો
ફિલ્મ ‘પાગલપંતી’નું ટ્રેલર રિલીઝ, જોન અબ્રાહમ- અનિલ કપૂર જબરજસ્ત કોમેડી કરતા નજર આવ્યા
જોન અબ્રાહમ, અનિલ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, પુલકિટ સમ્રાટ, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા સ્ટારર આ કોમેડી ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થનાર છે.

મુંબઈ: જૉન અબ્રાહમ અને અનિલ કપૂરની ફિલ્મ ‘પાગલપંતી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં પાગલપંતી જબરજસ્ત નજર આવી રહી છે. ટ્રેલરની શરૂઆત શાનદાર ડાયલોગ દિમાગ મત લગાના ક્યોકિ ઇનમેં હૈ નહીં થી થાય છે.
જોન અબ્રાહમ, અનિલ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, પુલકિટ સમ્રાટ, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા સ્ટારર આ કોમેડી ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થનાર છે. આ ફિલ્મને અનીસ બઝ્મી ફિલ્મને નિર્દેશત કરી રહ્યા છે.
વધુ વાંચો





















