શોધખોળ કરો
TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ
બંન્ને એકબીજાને રિંગ પહેરાવતી વખતે ખૂબ ખુશ જોવા મળ્યા હતા. કામ્યા અને શલભ 10 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાશે
![TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ Pics: TV Actress Kamya Punjabi gets engage with beau Shalabh Dang TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/09184251/Kamya-Punjabi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા કામ્યાએ પોતાના બોયફ્રેન્ડ શલભ દાંગ સાથે સગાઈ કરી હતી. સગાઈની તસવીરો કામ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી જે હાલ વાયરલ થઈ છે. સગાઈમાં કામ્યા યલો એન્ડ બ્લેક કલકના ગરારામાં ખૂબ સુંદર લાગતી હતી.
મિનિમલ જ્વેલરી અને ખુલ્લા વાળમાં કામ્યાનો ટ્રેડિશનલ લુક ખૂબ સ્ટનિંગ જોવા મળ્યો હતો. ત્યાં જ બીજી તરફ કામ્યાના મંગેતર શલભ બ્લૂ એન્ડ વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યો હતો. બન્ને એક બીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા. બંન્ને એકબીજાને રિંગ પહેરાવતી વખતે ખૂબ ખુશ જોવા મળ્યા હતા જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
કામ્યાએ લગ્નની વિધિ શરૂ કર્યાં પહેલા પોતાના ઘર પર માતાની ચોકીનું આયોજન પણ કર્યું હતું. ભગવાનનું નામ લીધા બાદ જ કામ્યાએ પોતાના લગ્નની વિધિઓ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કામ્યા અને શલભ 10 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, કામ્યા અને શલભે એક પહેલા જ ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને હવે એ જ તારીખે બન્ને લગ્ન કરવા જઈ રહ્યાં છે. વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં શલભે કામ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું.
![TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/09184009/Kamya-Punjabi1.jpg)
![TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/09184015/Kamya-Punjabi2.jpg)
![TV અભિનેત્રી કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, હવે શરૂ થઈ લગ્નની વિધિઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/09184021/Kamya-Punjabi3.jpg)
10 ફેબ્રુઆરીએ લગ્ન બાદ 11 ફેબ્રુઆરીએ આ કપલ ગ્રાન્ડ રિસેપ્શન આપશે. ત્યાર બાદ દિલ્હીમાં પણ એક રિસેપ્શનનું આયોજન કર્યું છે. કામ્યા પંજાબીના બીજા લગ્ન છે. તેણે વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતા. બન્નેની એક દિકરી છે. પરંતુ કામ્યા અને બંટી 2013માં અલગ થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)