સૂત્રોની જાણકારી અનુસાર આ તે જ સીન છે. જેમાં પ્રભાસ કોઈનો પીછો કરે છે. આ સીનમાં દુબઈના દરેક ટોપ લોકેશન્સ જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મ દ્વારા એક્ટ્રેસ એવલીન શર્મા પણ ટોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
2/4
નોંધનીય છે કે દુબઈમાં થઈ રહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ફોટોઝ લીક થયાં હતાં. જેમાં પ્રભાસ બાઈક પર જોવા મળે છે.
3/4
નોંધનીય છે કે ‘બાહુબલી’ પછી ફરી એકવાર પ્રભાસ ‘સાહો’થી બોક્સઓફિસ પર ધૂમ મચાવી શકે છે. જોકે, ‘બાહુબલી’ પછી પ્રભાસના સ્ટારડમને જોતા મેકર્સ તરફથી ફિલ્મમાં તેનો લુક, સ્ટોરી વગેરેની માહિતી સિક્રેટ રાખવામાં આવી છે. આમ છતાં શૂટિંગના ફોટોઝ વાઈરલ થયાં હતાં.
4/4
નવી દિલ્હીઃ બાહુબલીથી ધૂમ મચાવનાર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાહોને લઈને હાલમાં દર્શકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સમીક્ષકોનું માનીએ તો પ્રભાસની આ ફિલ્મ પણ બાહુબલીની જેમ જ સુપરહીટ સાબિત થશે. આ ફિલ્મમાં તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મના સેટ પરથી બે ફોટો લીક થયાં હતાં. જેમાં તે સ્ટંટ સીનની તૈયારી કરતો જોવા મળે છે. આ ફોટોઝ ખૂબ વાઈરલ થયાં છે.