પ્રત્યુષા બેનર્જીએ નહોતી કરી આત્મહત્યા! વર્ષો પછી એક્સ BF રાહુલ રાજ સિંહે મૃત્યુના દિવસનું ચૌકાવનારૂ રહસ્ય જાહેર કર્યું
Rahul Raj Singh On Pratyusha Banerjee Suicide: ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી સુસાઈડ કેસના આરોપી અને તેના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે અભિનેત્રીના મૃત્યુને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Rahul Raj Singh On Pratyusha Banerjee Suicide: 'બાલિકા વધૂ'ની આનંદી ઉર્ફે પ્રત્યુષા બેનર્જી એક સમયે ટીવી પર રાજ કરતી હતી. જો કે, 1 એપ્રિલ 2016ના રોજ સમાચાર આવ્યા કે તેણે પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેના મૃત્યુની જવાબદારી તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર હતી. અભિનેત્રીના માતા-પિતાએ રાહુલ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી અને તેને થોડો સમય જેલમાં રહેવું પડ્યું હતું. હવે વર્ષો પછી રાહુલે પ્રત્યુષાના સુસાઈડ ડે વિશે ખુલાસો કર્યો છે.
રાહુલ રાજનો દાવો- પ્રત્યુષાએ આત્મહત્યા નથી કરી
રાહુલ રાજ સિંહે આજતક સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે પ્રત્યુષાની આત્મહત્યા સાથે તેને કોઈ લેવાદેવા નથી. આપઘાતની આગલી રાતે બંને ખૂબ પાર્ટી કરી રહ્યા હતા. જ્યારે પ્રત્યુષાએ આ પગલું ભર્યું તે પછી શું થયું તે અંગે પૂછવામાં આવતા રાહુલે દાવો કર્યો કે અભિનેત્રીએ આત્મહત્યા કરી નથી.
View this post on Instagram
રાહુલ રાજે દાવો કર્યો, “મને નથી લાગતું કે તેણે આત્મહત્યા કરી હોય. ખરેખર તે દિવસે પ્રત્યુષા મને ડરાવવા માટે ફાંસીનો વીડિયો બનાવી રહી હતી. તે ઘણીવાર આવું કરતી હતી. તે દરમિયાન તેનો પગ લપસી ગયો હોવો જોઈએ અથવા તે અસંતુલિત થઈ ગઈ હોવી જોઈએ, જેના કારણે આ ઘટના બની હોઇ શકે છે.
રાહુલ પ્રત્યુષાના માતા-પિતાને મળવા માંગે છે
પ્રત્યુષાના માતા-પિતાએ તેના મૃત્યુ માટે રાહુલ રાજને જવાબદાર ગણાવ્યો હતો. રાહુલ પર અભિનેત્રીને તેના માતા-પિતા વિરુદ્ધ ઉશ્કેરવાનો, તેની સંપત્તિ હડપ કરવાનો અને અનેક અફેર ચલાવવાનો આરોપ હતો. તેના પર અભિનેતાએ કહ્યું કે પ્રત્યુષા પોતે તેના માતા-પિતાના દેવાથી પરેશાન હતી. ઉલટું, તે તેઓને તેમના માતા-પિતાની લોન ચૂકવવામાં મદદ કરતો હતો.
રાહુલ અવારનવાર તેની માતા સાથે વાત કરતો હતો. જો કે, મૃત્યુ પછી, તેઓ બદલાયા અને ઉલટું, તેમના પર આરોપ મૂકવામાં આવ્યા. રાહુલે કામ્યા પંજાબી સહિત અનેક સેલેબ્સ પર પ્રત્યુષાના માતા-પિતાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તે પ્રત્યુષાના માતા-પિતાને મળવા માંગે છે અને જો જરૂર પડશે તો તે તેમની મદદ પણ કરશે.