ગયા વર્ષની શરૂઆતમાં ભારત સરકાર દ્વારા રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર જોન અબ્રાહમે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જૉને આ ફિલ્મમાં લીડ રોલમાં છે. આ ફિલ્મને જોન અબ્રાહમે પ્રેરણા અરોરાના ક્રિઅર્જ પ્રોડક્શન સાથે બનાવવાનો નિર્ણય કર્યો હતો.
4/7
જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ પરમાણુ વિવાદોમાં ફસાઈ ગઈ છે. તેના કારણે ફરી એક વખત ફિલ્મની રિલીઝ ડીલે કરી દેવામાં આવી છે. જ્હોન અબ્રાહમે ફિલ્મની કો-પ્રોડ્યૂસર પ્રેરણા અરોરા સાથેની તેની પ્રોડક્શન હાઉસ ક્રિઅર્જ સાથે તેમના એગ્રિમેન્ટ રદ્દ કરી દીધા છે. તે સાથે જ ક્રિઅર્જને એક મોટી નોટિસ પણ મોકલી છે. છેલ્લા ઘણાં સમયથી જોન અબ્રાહમ અને પ્રેરણા અરોરા વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે.
5/7
પ્રોડ્યુસર પ્રેરણા અરોરાનો આરોપ છે કે, જોન અબ્રાહમે તેમનું ખુબ નુકસાન કર્યું છે. જેના કારણે અમે ટૂંક સમયમાં જ અમે કોર્ટમાં જઈશું. જો તે સાચા હશે તો જીત તેમની થશે. જોન અબ્રાહમે તેના પૈસા લઈ લીધા છે અને હવે તેઓ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અમે જોન અબ્રાહમનો સંપર્ક કરવા પણ ઈચ્છીએ છીએ પરંતુ તે અમારા સંપર્કમાં આવતા નથી. તેમણે પ્રૉફિટનો 50 ટકા ભાગ લઈને ક્રિઅર્જને લૂંટ્યા છે. અમે લડીશુ અને અમારી ફિલ્મ પરત લઈશું.
6/7
હવે ફિલ્મની રિલીઝ ડેટ ફરી આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 4 મે 2018ના રોજ રિલીઝ થવાની હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિઅર્જનો વિવાદ 'કેદારનાથ'ના ડિરેક્ટર અભિષેક કપૂર સાથે પણ થયો હતો. તેમાં કારણ નાણાકીય મામલે મતભેદ અને ટ્રાન્સપરન્સીની કમી ગણાવવામાં આવી હતી.
7/7
નવી દિલ્હીઃ જોન અબ્રાહમ વિવાદોમાં ફસાયો છે, તેની અપકમિંગ ફિલ્મ 'પરમાણુઃ ધ સ્ટૉરી ઓફ પોખરણ' વિવાદોને લઇને ચર્ચામાં છે. જોન અબ્રાહમ અને ફિલ્મ પૉડ્યૂસિંગમાં સામેલ પ્રૉડક્શન હાઉસ ક્રિઅર્જની વચ્ચે લડાઇ બંધ થવાનું નામ નથી લેતી. જેને લઇને જોન અબ્રાહમ સામે ક્રિઅર્જ પ્રૉડક્શન હાઉસની પ્રેરણા અરોરાએ મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી દીધી છે, તેને એક્ટર પર છેતરપિંડી સહિત કેટલાય આરોપો લગાવ્યો છે.