મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. એ જ સાંજે બન્નેએ મુંબઈમાં પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડ અને ઉદ્યોગ જગતના અનેક દિગ્ગજો સામેલ થયા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધારે ચર્ચા થઈ હતી તેની સગાઈની કેકની.
2/3
પ્રિયંકા અને નિકે પોતાની સગાઈ પાર્ટીમાં જે કેક મહેમાનોની સામે કેક કાપી હતી તે કોઈ સામાન્ય કેક ન હતી. તે એકદમ ખાસ હતી, જેની ક્રીમમાં 24 કેરેટ સોનાના પાંદડા લાગેલ હતા.
3/3
15 કિલો વજનની આ 3 સ્ટોરી કેકને મુંબઈની શાનદાર પેસ્ટ્રી શોપ Tier Nom Patisserieએ ખાસ અવસર માટે તૈયાર કરી હતી. આ બટર ક્રીમ કેક હતી જેને Pink cymbidium orchids ફૂલોથી સજાવવામાં આવી હતી.