શોધખોળ કરો
લગ્ન બાદ આ બે શહેરમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે પ્રિયંકા-નિક
1/5

મુંબઈઃ બોલિવૂડમાં હાલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચર્ચા ચાલી રહી છે. નિક ભારત આવી ગયો છે. કપલે હજુ સુધી લગ્નની તારીખનો ખુલાસો કર્યો નથી. પરંતુ મીડિયા અહેવાલ અનુસાર, લગ્નની તારીખ 2 ડિસેમ્બર રાખવામાં આવી છે. બન્ને લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં કરશે. લગ્ન હિન્દૂ અને ક્રિશ્ચન રીતિ રિવાજ અનુસાર થશે. જોકે હવે અહેવાલ મળી રહ્યા છે કે બન્ને લગ્ન બાદ બે રિસેપ્શન આપશે.
2/5

જોધપુરમાં લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બે ભવ્ય રિસેપ્શન આપશે. પ્રથમ રિસેપ્શન ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે મુંબઈમાં હશે જ્યારે બીજું રિસેપ્શન દિલ્હીમાં હશે.
Published at : 24 Nov 2018 10:50 AM (IST)
View More





















