શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંક ચોપરાના ઘરમાં આવશે નવું મહેમાન, પ્રેગ્નેન્ટ છે.....
સોફી હાલ તેવા આઉટફિટ પહેરી રહી છે કે જેમાં કોઈને પ્રેગ્નેન્સી વિશે ખબર ન પડે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાની જેઠાણી અને જો જોનાસની વાઇફ સોફી ટર્નરના ઘરે નાનું મહેમાન આવવાનું છે. રિપોર્ટ્સની માનીએ તો સોફી ટર્નર અને જો જોનાસ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. જોકે આ મામલે તેમની તરફથી કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સુત્રોના હવાલે જે ખબર આવી છે તે મુજબ 23 વર્ષની સોફી પ્રેગનેન્ટ છે. અને હાલ તો કપલે આ જાણકારી ખાલી પરિવાર અને નજીકના કેટલાક મિત્રોને જ આપી છે.
વિદેશી મીડિયાના રિપોર્ટ મુજબ જો અને સોફી હાલમાં જાહેરાત મા મામલે કંઈ કહેવા તૈયાર નથી. પણ પરિવારના લોકોને આ અંગે જણાવીને તે લોકો ખૂબ જ ખુશ છે. અને આ માટે જ સોફી હાલ તેવા આઉટફિટ પહેરી રહી છે કે જેમાં કોઈને પ્રેગ્નેન્સી વિશે ખબર ન પડે.
ઉલ્લેખનીય છે કે સોફી ટર્નર અને જો જોનાસ વર્ષ 2016થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. અને 2017માં તેમણે સગાઇ કરી હતી. તે પછી ગત વર્ષે બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ પછી એક સરપ્રાઇઝ સેરેમનીમાં સોફી અને જોએ મેમાં લગ્ન કરી લીધા હતા. આ પછી જૂન 2019માં તેમણે પેરિસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ફરી લગ્ન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement