શોધખોળ કરો

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

West Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. રવિવારે સવારે વીરભૂમ જિલ્લામાં ટીએમસી ઓફિસમાં તેમનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળમાં TMC નેતા આશિષ બેનર્જીનો મૃતદેહ મળ્યો.
  • પોલીસને ઓફિસમાંથી સુસાઈડ નોટ મળી, તપાસ શરૂ.
  • તેઓ પાંચ વખત ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર હતા.
  • તાજેતરમાં તેમણે જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને TMC નેતા આશિષ બેનર્જીનો મૃતદેહ પાર્ટી કાર્યાલયમાં મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આશિષ બેનર્જી રામપુરહાટના વોર્ડ નંબર 5 ના હટ્ટલપારા વિસ્તારમાં રહેતા હતા. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય તેમના ઘરની નજીક હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટની સવારે ઓફિસમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, "મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી." આશિષ બેનર્જી પણ ટીએમસીના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. 

પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય આશિષ બેનર્જીના મોતથી હડકંપ મચી ગયો છે. તેમનો મૃતદેહ રવિવાર (16 ઓગસ્ટ 2026)ની સવારે ઘરની નજીક આવેલા પાર્ટી કાર્યાલયમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આશિષ બેનર્જીનો મૃતદેહ રામપુરહાટના હટ્ટાલાપાડા વિસ્તારમાં તેમના ઘરની નજીક આવેલા TMC કાર્યાલયમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો કાર્યાલયની બહાર એકત્રિત થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી દીધી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: 'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 વખત રામપુરહાટથી ધારાસભ્ય રહ્યા

આશિષ બેનર્જી રામપુરહાટ વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 2021થી 2026 સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારમાં કૃષિ સહિત અનેક વિભાગોની જવાબદારી સંભાળી હતી. 2017થી 2021 દરમિયાન તેઓ રાજ્યના કૃષિ મંત્રી રહ્યા હતા.                          

2 જૂને જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

2 જૂને આશિષ બેનર્જીએ ટીએમસીના વીરભૂમ જિલ્લા પ્રમુખ અને જિલ્લા કોર કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું તેમણે જણાવ્યું કે, કોર કમિટી નિષ્ક્રિય થઈ ગઈ છે અને હવે તેને કામ કરવાની જરૂર નથી. બેનર્જીએ જણાવ્યું કે, તેઓ હવે પાર્ટીના એક સામાન્ય સદસ્યર રહેશે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget