Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
સહકારી આગેવાન જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો, મંડળીના પ્રમુખો અને હોદ્દેદારોને દૂધમાં ભેળસેળ ન કરવા કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે દૂધમાં ભેળસેળ કરવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, તેથી આવા લોકોને કોઈ ભલામણ કે છૂટ આપવામાં આવશે નહીં. જો કોઈ મંડળીમાં ભેળસેળનું દૂધ મળશે તો મંડળી સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, નવી દૂધ મંડળી શરૂ કરવા ઇચ્છુકોને સહકાર આપવાની તૈયારી પણ તેમણે વ્યક્ત કરી હતી.
દૂધમાં ભેળસેળ કી તો તમારી ખેર નથી. ભેળસેળિયાઓને આ ચેતવણી આપી પૂર્વ મંત્રી,ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ. સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો અને મંડળીના પ્રમુખો તથા હોદ્દેદારોને ગર્ભિત ચીમકી આપતા જયેશ રાદડિયા બોલ્યા કે તમારે નવી મંડળી કરવી છે તો સહકાર આપશું પરંતુ જો દૂધમાં ભેળસેળ કરી તો નહીં છોડવામાં આવે. દૂધમાં ભેળસેળ કરશો તો કોઈ ભલામણ રાખવામાં નહીં આવે. દૂધમાં ભેળસેળ કરી તો મંડળીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે...ભેળસેળિયા દૂધથી લોકોના આરોગ્ય સાથે થાય છે ચેડા.


















