R Madhavanના પુત્ર વેદાંતે જીત્યા 5 ગોલ્ડ મેડલ, વધાર્યું દેશનું ગૌરવ, અભિનેતાએ શેર કરી આ ખાસ પોસ્ટ
R Madhavan Son Gets Medals For India: આર માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. અભિનેતાએ પુત્રની જીત બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
R Madhavan Son Gets Medals For India: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર આર માધવને બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. માધવન માત્ર એક મહાન અભિનેતા જ નથી, પણ એક સારા કુટુંબનો માણસ અને પિતા પણ છે. તેઓ હંમેશા તેમના પુત્ર વેદાંતને મજબૂત સમર્થન આપે છે. તેમનો પુત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રમતમાં પોતાના કૌશલ્યથી દેશનું નામ રોશન કરી રહ્યો છે. વેદાંત સ્વિમિંગમાં માહેર છે અને તે સતત તેના પિતા અને દેશને ગર્વ કરાવે છે.
આર માધવનના પુત્રએ દેશનું સન્માન વધાર્યું
વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે. આર માધવને આ સિદ્ધિ બદલ તેમના પુત્રને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે વેદાંતે તાજેતરમાં મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જેમાં તે જીત્યો હતો. તેના પિતા આર માધવને શેર કરેલી તસવીરોમાં વેદાંત ભારતના રાષ્ટ્રધ્વજ અને પાંચ ગોલ્ડ મેડલ સાથે પોઝ આપતો જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં તે તેની માતા સરિતા બિર્જે સાથે જોવા મળી રહ્યો છે.
With Gods grace and all your wishes Vedaant gets 5 golds for India ( 50, 100,200,400 & 1500m) with 2 PB’s at the Malaysian invitational age group championships,2023 held this weekend in Kuala Lumpur. Elated and very grateful. 🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️Thank you @swimmingfedera1 @Media_SAI pic.twitter.com/vaDMmiTFnh
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2023
વેદાંતે સ્વિમિંગમાં ખિતાબ જીત્યો
આર માધવને આ ફોટા શેર કર્યા અને લખ્યું, 'ભગવાનની કૃપા અને તમારા બધાની શુભેચ્છાઓ સાથે, વેદાંતે ભારત માટે પાંચ ગોલ્ડ (50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 1500 મીટરમાં) બે પીબી મેળવ્યા. આ અઠવાડિયે કુઆલાલંપુરમાં મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2023માં આ ઇવેન્ટ યોજાઈ હતી. અમે ઉત્સાહિત છીએ અને પ્રદીપ સરના ખૂબ આભારી છીએ.
માધવને પુત્રને આપી શુભેચ્છા
આ સફળતા માટે ચાહકો આર માધવનના પુત્રને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એક્ટર પોતાના કામની સાથે સાથે પરિવારને પણ પૂરો સમય આપે છે. પુત્ર વેદાંત સિવાય તે પરિવારના તમામ સભ્યોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. દરેક વ્યક્તિ તેના સાદગીભર્યા જીવનના વખાણ કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધવન તાજેતરમાં જ ફિલ્મ 'રોકેટરી' અને 'ધોખા'માં જોવા મળ્યો હતો. તેની આગામી ફિલ્મોની યાદી પણ ઘણી લાંબી છે.