શોધખોળ કરો
Advertisement
આ એક્ટરને બે કેળા ખાવા પડ્યા મોંઘા, હોટલે પકડાવ્યું આવું તગડું બિલ
તારીખ 22 જુલાઈના રોજ એક્ટર રાહુલ બોઝે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો.
નવી દિલ્હીઃ તમે અભિનેતાઓની લક્ઝરી લાઈફ અને તેના શોખ વિશે તો ઘણું સાંભળ્યું હશે. એટલું જ નહીં તમારા મનમાં એવો પણ વિચાર આવતો હશે કે તેઓ મોંઘામાં મોંઘી વસ્તુ ખાતા હશે પરંતુ જો વાત માત્ર 2 કેળાની હોય તો કેટલા રૂપિયા ખર્ચ કરશો. હાલમાં રાહુલ બોસની સાથે જે થયું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. રાહુલ બોસ એક ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢમાં છે. જ્યાંથી તેમણે એક વીડિયો શેર કર્યો છે.
તારીખ 22 જુલાઈના રોજ એક્ટર રાહુલ બોઝે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો કે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે તમારે ભરોસો કરવા માટે આ જોવું પડશે. કોણ કહે છે કે ફળ તમારા માટે નુક્સાનકારક નથી? આ ટ્વિટ સાથે તેણે જેડબ્લ્યૂ મેરિયેટ ચંદીગઢને પણ ટેગ કરી.
બોલિવૂડ એક્ટર રાહુલ બોઝ આ વિડીયોમાં જણાવે છે કે આ વિડીયોને હું ચંદીગઢમાં શૂટ કરી રહ્યો છું. અહીં જિમમાં કસરત કર્યા બાદ મેં બે કેળાંનો ઓર્ડર આપ્યો. હવે તમે આ બે કેળાંનું બિલ જુઓ. વીડિયોમાં જે બિલ બતાવવામાં આવ્યું છે તે 442 રૂપિયાનું છે. જે ખરેખર હેરાન કરી મૂકે એવું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સે કહ્યું કે, આ કેળામાં સેલિબ્રિટી ટેગ લાગી ગયું છે. જેના કારણે તેની કિંમતમાં આટલી થઈ ગઈ છે.You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement