શોધખોળ કરો
Advertisement
‘મેરા નામ જોકર’ના અભિનેતાનું થયું નિધન, 150 ફિલ્મોમાં કર્યું હતું કામ
તેનું પૂરું નામ નત્થુ રામટેકે હતું અને તે ખરાબ હાલતમાં પત્ની સાથે જીવન જીવી રહ્યો હતો.
નવી દિલ્હીઃ રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં કામ કરી ચૂકેલ નત્થૂ દાદાનું 28 ડિસેમ્બરને શનિવારે નિધન થઈ ગયું. નત્થૂ દાદા 68 વર્ષના હતા. અહેવાલ હતા કે નત્થૂ દાદા છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને તેની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી.
છત્તીગશડના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે નત્થૂ દાદાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમમે ટ્વીટ કરીને કહ્યું કે, ‘છત્તીસગઢના જાણીતા ફિલ્મ કલાકાર શ્રી નત્થૂ દાદાના નિધના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું જવું ફિલ્મ જગત અને કલાકાર જગતની સાથે છત્તીસગઢના લોકો માટે એક ક્ષતિ છે. હું દિવંગત આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરું છું. તેઓ નાના કદના મોટો કલાકાર હતા. ઓમ શાંતિ’
તેનું પૂરું નામ નત્થુ રામટેકે હતું અને તે ખરાબ હાલતમાં પત્ની સાથે જીવન જીવી રહ્યો હતો. ‘મેરા નામ જોકર’ સિવાય તેમણે ‘કસમે વાદે,’ શક્તિ ‘,’ રામ બલારામ ‘,’ ઉડન્છુ ‘,’ ખોટે સિક્કે ‘,’ ટેક્સી ચોર ‘,’ અનજાને’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. ડિસેમ્બરની શરૂઆતમાં તેમને તાવ આવ્યો હતો અને ત્યારબાદ તેણે સરકાર સુધી પોતાની પીડાની વાત પહોંચાડી હતી. તેમણે સરકાર પાસે આર્થિક મદદ અને નોકરીની માંગ કરી હતી. નત્થુ દાદાએ એમ પણ કહ્યું હતું કે જો સરકાર તેમને કોઈ મદદ નહીં આપી શકે, તો તેઓ તેમના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા જેવા પગલા ભરવા મજબુર થશે. તે મુંબઈથી ખૂબ દૂર તેમના ગામમાં રહેતા હતા. નત્થુ દાદાએ જણાવ્યું હતું કે 1982માં આવેલી ફિલ્મ ધર્મકાંડા દરમિયાન કરોડરજ્જુમાં ઈજા થવાને કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. ફિલ્મના એક સીનમાં અમજદ ખાને તેને ફેંકી દેવાનો હતો અને બીજા કલાકારને પકડવાનો હતો. પરંતુ તે ઉંચાઇ પરથી નીચે ખાબક્યો અને ઈજાગ્રસ્ત થઈ ગયો. આ પછી તે તેમના ગામ પરત ફર્યો. ફરી મુંબઇ જવાની કોશિશ કરી પણ પરિવારના સભ્યોએ જવા દીધો નહીં અને લગ્ન કરી લીધાં. નત્થુ દાદાએ તેમના માર્ગદર્શક દારા સિંહ સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. મેરા નામ જોકર સિવાય, અન્ય પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.छत्तीसगढ़ के सुप्रसिद्ध फिल्म कलाकार श्री नत्थू दादा के निधन की दुःखद सूचना मुझे प्राप्त हुई है। उनका जाना फ़िल्म जगत और कलाकार जगत के साथ छत्तीसगढ़ प्रदेश की भी एक क्षति है। मैं दिवंगत आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करता हूँ। "वे छोटे कद के बड़े कलाकार थे" ॐ शांति:
— Bhupesh Baghel (@bhupeshbaghel) December 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement