શોધખોળ કરો

Rajinikanth: 24 વર્ષ બાદ સાઉથના બાદશાહ રજનીકાંતની બૉલીવુડમાં એન્ટ્રી, આ ફિલ્મમાં દેખાશે, જાણો

રજનીકાંતે બૉલીવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે સહયોગ કર્યો છે. સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે

Rajinikanth: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ હંમેશા વધારે રહી છે. દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં લાખો ચાહકો તેની એક્ટિંગ અને ફિલ્મોના દિવાના છે. સાઉથ ઉપરાંત રજનીકાંતે બૉલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યાં પણ તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ દિગ્ગજ સુપરસ્ટાર 24 વર્ષથી બૉલીવૂડ ફિલ્મોથી દૂર છે. હવે રજનીકાંતે પોતાનો 24 વર્ષનો વનવાસ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તે ફરી એકવાર બૉલીવૂડ ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. 

Rajinikanth: 24 વર્ષ બાદ સાઉથના બાદશાહ રજનીકાંતની બૉલીવુડમાં એન્ટ્રી, આ ફિલ્મમાં દેખાશે, જાણો

રજનીકાંતે બૉલીવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે સહયોગ કર્યો છે. સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. તેણે તેના X એકાઉન્ટ પર રજનીકાંત સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, 'મહાન રજનીકાંત સર સાથે સહયોગ કરવો એ સાચા સન્માનની વાત છે! અમે સાથે મળીને આ અનફર્ગેટેબલ પ્રવાસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ! તમને જણાવી દઈએ કે સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાનની ફિલ્મ કિકનું નિર્દેશન કર્યું છે.

ગઇ વખતે તેણે વરુણ ધવનની ફિલ્મ બાવળ બનાવી હતી. રજનીકાંતની વાત કરીએ તો બૉલીવૂડમાં તેની છેલ્લી ફિલ્મ બુલંદી હતી. આ ફિલ્મ વર્ષ 2000માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બુલંદીમાં રજનીકાંતની સાથે અનિલ કપૂર, રવિના ટંડન અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. તે છેલ્લે લાલ સલામ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જો કે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. લાલ સલામનું નિર્દેશન ઐશ્વર્યા રજનીકાંતે કર્યું હતું.

બોક્સ ઓફીસ પર 'લાલ સલામ'નો ડંકો,રજનીકાંતની ફિલ્મની બમ્પર કમાણી 

જેલરમાં પોતાનો જાદુ બતાવ્યા પછી, રજનીકાંતે હવે આ વર્ષની તેમની પ્રથમ ફિલ્મ 'લાલ સલામ' સાથે સ્ક્રીન પર એન્ટ્રી કરી છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ આજે (9 ફેબ્રુઆરી, 2024) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. 'લાલ સલામ'ના પ્રથમ દિવસના કલેક્શનના પ્રારંભિક આંકડા બહાર આવ્યા છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, 'લાલ સલામ' એ અત્યાર સુધીમાં પ્રથમ દિવસે થિયેટરોમાં 4.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના આખા દિવસના કલેક્શન વિશે વાત કરતાં ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે 'લાલ સલામ' 8-10 કરોડ રૂપિયામાં ઓપન થઈ શકે છે.

તમિલ વર્ઝનમાં ફિલ્મનું શાનદાર પ્રદર્શન
રજનીકાંત સ્ટારર ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. તમિલ ભાષી રાજ્યોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેથી આ પ્રદેશોમાં ફિલ્મની કમાણી સારી રહી શકે છે. ઓરમેક્સ ઈન્ડિયા અનુસાર, 'લાલ સલામ' માત્ર તમિલ ભાષાના વર્ઝનમાં 5.1 કરોડ રૂપિયાની કમાણી કરશે.

રજનીકાંતે પુત્રીને અભિનંદન પાઠવ્યા હતા
'લાલ સલામ'નું નિર્દેશન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે કર્યું છે. આવી સ્થિતિમાં રજનીકાંતે તેમને તેમની પુત્રીની ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. રજનીકાંતે X એકાઉન્ટ પર લખ્યું- 'મારી પ્યારી મા ઐશ્વર્યાને અંબુ સલામ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી ફિલ્મ 'લાલ સલામ' મોટી સફળતા મેળવે.

'લાલ સલામ'ની સ્ટારકાસ્ટ
'લાલ સલામ' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. 'લાલ સલામ'માં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત લીડ રોલમાં છે. ફિલ્મમાં રજનીકાંતનો કેમિયો છે અને તેની સાથે વિગ્નેશ, લિવિંગસ્ટોન, સેંથિલ, જીવિતા, કેએસ રવિકુમાર અને થમ્બી રામૈયા પણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે આ ઉંમરે પણ રજનીકાંતની ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી. આજે પણ તેની એક ઝલક જોવા ફેન્સ તલ પાપડ રહે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget