શોધખોળ કરો
Advertisement
Bear Gryllsના શોનું ટીઝર લોન્ચ, રજનીકાંત આ અંદાજમાં જોવા મળ્યો
આ પહેલા પીએમ મોદી પણ બેયર ગ્રિલ્સ સાથે મેન વર્સેસ વાઈલ્ડ શોમાં નજર આવી ચૂક્યા છે.
નવી દિલ્હી: ડિસ્કવરી ચેનલનો લોકપ્રિય શો ‘ઈન ટૂ ઝ વાઈલ્ડ વિથ બીયર ગ્રિલ્સ’માં સુપરસ્ટાર રજનીકાંતનો ફર્સ્ટ લૂક જાહેર થયા બાદ હવે શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે શોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
‘ઈન ટૂ ઝ વાઈલ્ડ વિથ બીયર ગ્રિલ્સ’ શો 23 માર્ચે રાતે 8 વાગ્યે ટેલિકાસ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, રજનીકાંતે પોતાના સિનેમા કેરિયરના 43 વર્ષ બાદ નાના પડદા પર કામ કર્યું છે.
થોડા દિવસ પહેલા ગ્રિલ્સે રજનીકાંતનું મોશન પોસ્ટર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું હતું. તેમણે લખ્યું કે તે દુનિયાભરના અનેક સ્ટાર્સ સાથે કામ કરી ચુક્યા છે, પરંતુ રજનીકાંત સાથે કામ કરવું ખાસ હતું.Gear up to venture into the wilderness of India with survival expert @BearGrylls and the ultimate superstar @Rajinikanth in an action packed adventure. Premieres 23 March at 8 PM, only on Discovery #ThalaivaOnDiscovery pic.twitter.com/zSS4GsSCL4
— Discovery Channel IN (@DiscoveryIN) February 27, 2020
આ પહેલા પીએમ મોદી પણ બેયર ગ્રિલ્સની સાથે મેન વર્સેસ વાઈલ્ડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં કર્યું હતું. તેમાં કોઈ મત નથી કે સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઇંગ વધારે છે. તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. એવામાં તેના ફેન્સ હવે તેમને આ એડવેન્ચરસ શો મેન વર્સેસ વાઈલ્ડ માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.Thank you very much dear @BearGrylls for an unforgettable experience ... love you. @DiscoveryIN thank you 🙏🏻 #IntoTheWildWithBearGrylls
— Rajinikanth (@rajinikanth) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement