શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રજનીકાંતને મળશે 'આઇકૉન ઑફ ગોલ્ડન જ્યુબલી એવોર્ડ', પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત
સુપર સ્ટાર રજનીકાંતને ગોવામાં યોજાનાર 50માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
પણજી: સુપર સ્ટાર રજનીકાંતને ગોવામાં યોજાનાર 50માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિશે શનિવારે જાણકારી આપી હતી.
સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ, એક્ટરને ફિલ્મ ફેસ્ટિવલમાં 'આઇકૉન ઑફ ગોલ્ડન જુબલી એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે. રજનીકાંતને આ પુરસ્કાર સિનેમામાં અનેક અભૂતપૂર્વ યોગદાન કરવા માટે આપવામાં આવી રહ્યો છે.In recognition of his outstanding contribution to #IndianCinema Legendary Actor @rajinikanth to be conferred with special Icon Award on the occasion of Golden jubilee of @IFFIGoa: Union Minister @PrakashJavdekar #IFFI2019 #IFFIGoa50 #IFFIGoa pic.twitter.com/UwwUSFbnx1
— PIB India (@PIB_India) November 2, 2019
રજનીકાંતે ભારત સરકારનો આભાર વ્યકત કરતા ટ્વિટ કરતા લખ્યું, 'ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહની સ્વર્ણ જંયતી પર મને આપવામાં આવેલા પ્રતિષ્ઠિત સન્માન માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.' આ ફિલ્મ ફેસ્ટિવલ 20 નવેમ્બરથી 28 નવેમ્બર સધી ચાલશે, અહીં અલગ-અલગ દેશોની 250 કરતા વધારે ફિલ્મો બતાવામાં આવશે.I thank the government of India for this prestigious honour bestowed upon me on the golden jubilee of the International film festival of India 🙏🏻#IFFI2019
— Rajinikanth (@rajinikanth) November 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion