(Source: ECI/ABP News/ABP Majha)
Raju Srivastav Last Rites Live: પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ, પરિવારે આપી અંતિમ વિદાય
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયુ હતું
LIVE
Background
Raju Srivastav last Rites: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયુ હતું. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. તે છેલ્લા 42 દિવસથી જીવન માટેની લડાઈ લડી રહ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે સવારે દસ વાગ્યે કરવામાં આવશે.
રાજુ શ્રીવાસ્તવના આજે સવારે 10 વાગ્યે નિગમ બોધ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા દિલ્હીના દશરથપુરીથી સવારે 8 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક વ્યક્તિ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દક્ષિણ દિલ્હીના કલ્ટ જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં 42 દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી.
પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ
દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજુના ભાઈએ મુખાગ્નિ આપ્યો હતો. હાસ્ય કલાકારને તેના પરિવારના સભ્યોએ ભીની આંખે વિદાય આપી હતી.
રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં તેમના મિત્રો સામેલ થયા
રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં તેમના મિત્રો સુનીલ પાલ અને એહસાન કુરેશીએ હાજરી આપી હતી. તે રાજુને વિદાય આપવા નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા. ANI સાથેની વાતચીતમાં સુનીલ પાલે કહ્યું- રાજુ શ્રીવાસ્તવ આજના ચાર્લી ચેપ્લિન હતા. તે ખૂબ જ મહેનતુ હતા અને સતત 2-3 કલાક સ્ટેજ પર પરફોર્મ કરતા હતા.
અનેક કલાકો રાજુ શ્રીવાસ્તવના અંતિમ દર્શન માટે પહોંચ્યા
Delhi | Last rites of comedian #RajuSrivastav to be performed today; comedians Ahsaan Quresh and Sunil Pal arrived to pay their last respects
— ANI (@ANI) September 22, 2022
"He will always be remembered. He was our teacher," says Sunil Pal pic.twitter.com/zqSIZunqjJ
રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા 8 વાગ્યે શરૂ થશે
રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા લગભગ 8 વાગ્યે શરૂ થશે. રાજુ શ્રીવાસ્તવના સંબંધીઓનું કહેવું છે કે તેમને તેમના ભાઈના ઘરથી 35 કિમી દૂર નિગમબોધ ઘાટ પર લઈ જવામાં આવશે. 10 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે