શોધખોળ કરો
Advertisement
Rana Daggubati Birthday: ભલ્લાલદેવ બનવા માટે રાણા દગ્ગુબાતી 40 ઈંડા અને દિવસમાં 8 વખત ખાતા હતા, માત્ર એક આંખથી જ જોઇ શકે છે
Rana Daggubati Birthday: ફિલ્મ 'બાહુબલી'માં ભલ્લાલ દેવની યાદગાર ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીનો આજે જન્મદિવસ છે. આજે રાણાનો 37મો જન્મદિવસ છે.
Rana Daggubati Birthday: ફિલ્મ 'બાહુબલી'માં ભલ્લાલ દેવની યાદગાર ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીનો આજે જન્મદિવસ છે. આજે રાણાનો 37મો જન્મદિવસ છે. રાણા દગ્ગુબાતીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ થયો હતો. રાણા સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર છે. રાણા એક્ટર હોવા ઉપરાંત એક સારા ફોટોગ્રાફર પણ છે. તેના પિતા ડી સુરેશ બાબુ તેલુગુ સિનેમાના દિગ્દર્શક છે
વાસ્તવમાં રાણા તેની જમણી આંખે જોઈ શકતા નથી. બાળપણમાં તેમને જમણી આંખ કોઈએ દાનમાં આપી હતી પરંતુ તેનાથી ક્યારેય જોઇન નથી શક્યા. શો દરમિયાન રાણાએ કહ્યું હતું કે, 'હું જમણી આંખે જોઈ શકતો નથી. હું મારી ડાબી આંખથી જ જોઉં છું. જો હું મારી ડાબી આંખ બંધ કરું, તો હું કંઈ જોઈ શકતો નથી
રાણાએ કોનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમેજિંગ એન્ડ ટેકનોલોજીમાંથી ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે ચેન્નાઈમાં ઘણી દસ્તાવેજી અને જાહેરાતોનું નિર્દેશન કર્યું. ત્યારબાદ તે હૈદરાબાદ આવ્યો અને પિતાનું પ્રોડક્શન હાઉસ સંભાળવા લાગ્યો. રાણાએ વર્ષ 2010માં પોલિટિકલ થ્રિલર ફિલ્મ 'લીડર'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
રાણા એક્ટર કમલ હાસન અને શ્રીદેવીના મોટા ફેન છે. અભિનેતાએ 'બાહુબલી'માં તેની ભૂમિકા માટે કમલ હાસનની પાસેથી પ્રેરણા લીધી હતી. આ પછી તેણે ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બાહુબલી ફિલ્મથી રાણાએ ઉંચી ઉડાન ભરી. રાણા સમાજ સેવા માટે પણ જાણીતા છે.
આ ફિલ્મ માટે તેણે પોતાનું વજન 100 કિલો કર્યુ હતું. આ માટે તેણે ઘણા કલાકો જીમમાં વિતાવ્યા. રાણાને દિવસમાં 40 ઈંડા ખાવા પડતા હતા. આ સિવાય તેને દર બે કલાકે કંઈક ખાતા હતા. રાણાએ બોડી બનાવવા માટે માટે ખાસ ટ્રેનર પણ રાખ્યો હતો.
આ પણ વાંચો
કરીના-અમૃતા અરોરા પછી બોલીવુડની વધુ બે એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, સલમાનના ઘરમાં કોને થયો કોરોના ?
કરિના કપૂર અને અમૃતા અરોડા નીકળ્યા કોરોના પૉઝિટીવ, જાણો ક્યાંથી લાગ્યો બન્નેને કોરોનાનો ચેપ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement