કરીના-અમૃતા અરોરા પછી બોલીવુડની વધુ બે એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, સલમાનના ઘરમાં કોને થયો કોરોના ?
કરીના અને અમૃતા પછી જ્વેલરી ડિઝાઇનર અને એક્ટર સંજય કપૂરની પત્ની માહીપ કપૂરને પણ કરોના થયો છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર અને એક્ટર સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
Kareena Kapoor Corona Positive: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amrita Arora) કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ ફરી એકવાર કોરોનાને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. કરીના અને અમૃતા પછી જ્વેલરી ડિઝાઇનર અને એક્ટર સંજય કપૂરની પત્ની માહીપ કપૂરને પણ કરોના થયો છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર અને એક્ટર સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
બીએમસીની ટીમ બંને અભિનેત્રીની બિલ્ડીમ્ંગ કોરોના ટેસ્ટ કરેશે. આ સાથે બીએમસીની ટીમ કરીના અને અમૃતા અરોરાના બિલ્ડિંગ કમ્પાઉન્ડ અને બીજી જગ્યાઓને સેનેટાઇઝ પણ કરશે. નોંધનીય છે કે, અમૃતા કરીનાની નજીકની મિત્ર છે, બંનેએ ભૂતકાળમાં ઘણી પાર્ટીઓમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન BMCએ સાવચેતીના ભાગરૂપે બંનેના ઘરને સીલ કરી દીધું છે. 7 દિવસ પછી ફરી એકવાર તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન કરીના કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોવિડ પોઝિટિવ આવ્યા પછી, કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા કહ્યું.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરીનાની પહેલી પ્રતિક્રિયા
કરીના કપૂરે લખ્યું, "હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે પછી તરત જ મેં મારી જાતને આઈસોલેટ કરી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમના કોવિડ ટેસ્ટ કરાવે. પરિવાર અને મારા સ્ટાફને કોરોના રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. હાલમાં તેમાંથી કોઈને પણ કોઈ લક્ષણો નથી. સદનસીબે હું સારું અનુભવું છું અને જલ્દીથી સાજો થઈ જઈશ."
સૂત્રોએ જણાવ્યું કે, ‘શનિવારે તેની તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે, તે પુષ્ટિ થઈ હતી કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોવિડથી સંક્રમિત છે, હાલ બંને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે.
આ પહેલા મુંબઈ BMCએ કરીના કપૂર અને અમૃતા અરોરાને કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. BMC અનુસાર, બંનેએ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને ઘણી પાર્ટીઓ પણ કરી, જેના કારણે સુપર સ્પ્રેડર બનવાનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે. BMCએ બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. બીએમસીના જણાવ્યા અનુસાર તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી છે. જીનોમ સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી શકે છે જેથી ખબર પડી શકે છે કે કોરોનાનો ક્યો વેરિઅન્ટ છે.