દીપિકા અને રણવીર મુંબઈમાં 28 નવેમ્બરે રિસેપ્શન આપશે. જેમાં રણવીરના ખાસ મિત્રો અને પરિવારજનો સામેલ થશે. ત્યારબાદ આ કપલ 1 ડિસેમ્બરે મુંબઈની ગ્રાંડ હયાતમાં રિસેપ્શન આપશે, જેમાં બોલિવુડ સેલિબ્રિટીઝ સામેલ થશે.
4/8
રણવીરે પોતાની વાઈફ દીપિકા માટે પાર્ટીમાં સ્પીચ પણ આપી હતી જેમાં કહ્યું હતું કે, મારા લગ્ન દુનિયાની સૌથી ખૂબસુરત યુવતી સાથે થયા છે. દીપિકા પણ પોતાના પતિનો સાથ આપવા સ્ટેજ પર આવી હતી. દીપિકાએ કહ્યું હતું કે, અમે બંને એકબીજાથી ખૂબ અલગ છીએ.
5/8
દીપિકા અને રણવીરે આ પાર્ટીમાં મન મૂકીને ડાન્સ કર્યો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દીપિકા માથા પર દુપટ્ટો ઓઢીને ખૂબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાર્ટીમાં રણવીરે ડિઝાઈનર મનીષ અરોરાના પિંક અને બ્લૂ કલરનો લોંગ કોટ પહેર્યો હતો.
6/8
દીપિકાના લહેંગાને સોનાના દોરા વડે બોરડેક્સ સિલ્ક સાથે હાથથી ડાઈ કરાઈ છે અને સિલ્ક ફ્લોસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય આમાં ચાંદીનું પણ વર્ક કરવામાં આવ્યું છે. દીપિકાની જ્વેલરી સબ્યસાચીના હેરિટેજ જ્વેલરી કલેક્શનમાંથી છે.
7/8
દીપિકાનો આ ડ્રેસ સબ્યસાચીના કેસરી બાઈ પન્નાલાલ કલેક્શનમાંથી છે. દીપિકાના લહેંગાનું નામ ‘દિલ ગુલદસ્તાં’ છે. આ લહેંગા પર ઘણાં આકારના શેપ અને ફૂલ બનેલા છે. લહેંગાની સાથે દીપિકાએ પહેરેલો બ્લાઉઝ અને ટીયારા પણ ફૂલોથી સજાવેલો છે.
8/8
મુંબઈ: અભિનેતા રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીની ડિનર પાર્ટીમાં દીપિકા પાદુકોણનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણના આ સ્પેશિયલ લૂકને સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. દીપિકાએ પાર્ટી માટે ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.