સિમ્બાની રીલિઝના 10માં દિવસે રણવીર ફેન્સ સાથે ફિલ્મ જોવા માટે પહોંચ્યો હતો. રણવીરના ગેટઅપને જોઇને બધા ચોંકી ગયા હતા. રવિવારે રણવીર, દીપિકા પાદુકોણ સાથે નવા વર્ષનું સેલિબ્રેશન કરી મુંબઇ પરત ફર્યો હતો. જે બાદ તે મોડીરાત્રે સિમ્બાનો શો જોવા ગયો હતો. રણવીરે તેનો ચહેરો બ્લેક માસ્ક અને બ્લેક ચશ્મામાં કવર કર્યો હતો.
2/3
રણવીરે આવું ફેન્સના રિયલ રિએક્શન જાણવા માટે કર્યું હતું. પરંતુ ફેન્સ અને મીડિયા રણવીરને માસ્કમાં પણ ઓળખી ગયા હતા.
3/3
નવી દિલ્હીઃ રણવીર સિંહની એક્શન ડ્રામા ફિલ્મ સિમ્બાને લોકો તરફતી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટૂંકમાં જ ફિલ્મની એન્ટ્રી 200 કરોડ ક્લબમાં થવાની છે. ફેન્સ તરફથી મળેલ આ પ્રેમથી રણવીર પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે રણવીર ફેન્સના રિએક્શન જામવા માટે ખુદ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની સાથે થિયેટરમાં પહોંચ્યા હતા. રિલીઝના એક સપ્તાહ બાદ પણ રણવીર સિંહ છુપાઈને માસ્ક પહેરીને થિયેટર પહોંચ્યો હતો.