ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હી છે. આ મૂવીમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળશે. ફિલ્મમાં આલિયા સપોર્ટિવ ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે રણવીર એક એવા સ્ટ્રીટ રેપરની ભૂમિકામાં છે જે રેપિંગની દુનિયામાં નામ કમાવા માગે છે. આ જર્નીમાં આલિયા અને રણવીરની ભૂમિકાના પ્રેમની પણ પરીક્ષા થતી જોવા મળશે.
2/3
રણવીરને જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે તે વેલેન્ટાઈન્સના દિવસે યુવકાનો શું સલાહ આપવા માગે છે તો તેણે તર જ જવાબ આપ્યો કે, ‘યુવકોએ પોતાની ગર્લફ્રેન્ડની સાથે એ દિવસે ફિલ્મ ગલી બોય જોવા જવું જોઈએ.’ બ્લૂ ટી-શર્ટ, કૈપ અને પિંક સૂટ પહેરેલ રણવીર આ દરમિયાન ખૂબ જ કૂલ લાગી રહ્યો હતો.
3/3
મુંબઈઃ વેલેન્ટાઈન્સ ડેને હવે થોડા જ દિવસ બાકી છે. એવામાં બોલિવૂડના સૌથી રોમાન્ટિક બોય ગણાતા એક્ટર રણવીર સિંહે યુવકોને આ દિવસને ખાસ બનાવવા માટે સલાહ આપી છે. ફિલ્મ ગલી બોયની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન તેણે મીડિયાના એક સવાલનો વાબ આપતા આ વખતના વેલેન્ટાઈન્સ દિવસને લઈને વાત કરી.