બૉલીવુડના આ સિંગરે ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ સાથે કરી લીધી સિક્રેટ સગાઇ, તસવીરો થઇ વાયરલ
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં જુબિન નૌટિયાલની પીઠ દેખાઇ રહી છે. તે ગોઠણભેર બેસીને એક્ટ્રેસ નિકિતાને વીંટી પહેરાવી રહ્યો છે.
મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર જુબિન નૌટિયાલના લગ્નની ચર્ચાઓ લાંબા સમયથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહી છે. જુબિન નૌટિયાલનુ નામ એક્ટ્રેસ નિકિત્તા દત્તા સાથે જોડાઇ રહ્યું છે. તાજેતરમાં જ સિંગરના લગ્નને લઇને ઇન્ટરનેટ પર ખુબ ચર્ચાઓ થઇ રહી હતી. જેના પર જુબિન નૌટિયાલે રિએક્શન આપ્યુ હતુ, જુબિનના રિએક્શન બાદ હવે સિંગર અને નિકિતાની એકબીજાને વીંટી પહેરાવતી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં જુબિન નૌટિયાલની પીઠ દેખાઇ રહી છે. તે ગોઠણભેર બેસીને એક્ટ્રેસ નિકિતાને વીંટી પહેરાવી રહ્યો છે. વળી, નિકિતા દત્તા તસવીરોમાં હંસતી દેખાઇ રહી છે. વળી, એક તસવીરમાં નિકિતા હંસતી જુબિનને વીંટી પહેરાવી રહી છે, અને સિંગર પર તેને જોઇને સ્માઇલ કરી રહ્યો છે.
વાયરલ તસવીરોમં જુબિન નૌટિયાલ બ્લેક કલરના આઉટફિટમાં દેખાઇ રહ્યો છે, અને કબીર સિંહ ફિલ્મની એક્ટ્રેસ નિકિતા દત્તા પિન્ક કલરના લેંઘા-ચોળીમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસે ગૉલ્ડ ચોકર નેકલેસ કેરી કર્યો છે.
જુબિન નૌટિયાલ અને નિકિતા દત્તાની તસવીરો વાયરલ થયા બાદ નેટીજન્સ જુદીજુદી રીતે રિએક્શન્સ આપી રહ્યાં છે. કેટલાક નેટિજન્સનુ કહેવુ છે કે આ જુબિન નૌટિયાલના અપકમિંગ પ્રૉજેક્ટનો ભાગ છે, જેમાં નિકિતા દત્તા પણ તેની સાથે છે. વળી, કેટલાક લોકો સગાઇની આ તસવીરોમાં કલાકારોને અભિનંદન આપી રહ્યાં છે. જોકે જુબિન અને નિકિતા બન્નેએ પોતાની તસવીરો પર કોઇ જ રિએક્શન નથી આપ્યુ.
View this post on Instagram
--