રીષિએ અમેરિકા જતા પહેલાં ટ્વિટર પર પોતાની તબિયતને લઈ માહિતી આપી હતી. ટ્વિટમાં લખ્યું હતું, ''હેલ્લો, એક બીમારીની સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છું. શુભેચ્છકોને અપીલ કરું છું કે કારણ વગરના તુક્કા ના લગાવે. મને 45 વર્ષથી વધુ સમય અહીંયા કામ કરતાં કરતાં થઈ ગયો છે. તમાર પ્રેમ તથા દુઆથી જલ્દીથી પરત આવીશ.'' રીષિએ એ સ્પષ્ટતા નહોતી કરી કે તેને કઈ બીમારી થઈ છે.
2/3
રણધિરે આગળ કહ્યું હતું કે રીષિની તબિયતને લઈને ચાલતી તમામ અટકળોને નકારી કાઢીએ છીએ અને અત્યારે કોઈ પણ ટેસ્ટ થયા નથી. ન્યૂયોર્ક હોસ્પિટલમાં મળેલી એપોઈન્ટમેન્ટના આધારે ગુરૂવાર(ચોથી ઓક્ટોબર)ના રોજ અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. કપૂર પરિવાર માટે આ ખરાબ સમય છે. હાલમાં જ તેમણે માતા(કૃષ્ણા રાજ કપૂર)ને ગુમાવ્યા છે. આ સમયે આવી અટકળો કરવી ખરાબ છે.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રીષિકપૂરની તબિયને લઈને હાલમાં કોઈ સ્પષ્ટતા નથી થઈ કે બુધવારે મોડી સાંજે એવા અહેવાલ આવ્યા કે રીષિકપૂરને થર્ડ સ્ટેજનું કેન્સર છે. જોકે આ અહેવાલને રીષિકપૂરના પરિવારે નકારી કાઢ્યા હતા. રીષિકપૂરના ભાઈ રણધીર કપૂરે કહ્યું કે, ઋષિના હજુ સુધી ટેસ્ટ થયા નથી. હજુ સુધી અમને એ ખબર નથી કે તેને શું તકલીફ છે અને તે કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યાં સુધી કે ઋષિને પણ ખબર નથી કે તેને શું થયું છે.