વધુ એક હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, ટેસ્ટ પૉઝિટીવ આવતા સિંગાપોરમાં થઇ ક્વૉરન્ટાઇન, જાણો વિગતે
ઋતુપર્ણ સેનગુપ્તા એક બંગાળી એક્ટ્રેસ છે, અને એક્ટ્રેસે ખુદ પોતાના ફેન્સને કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી શેર કરી છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે, ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે હવે હાઇફાઇ ક્લાસ એટલે કે સેલિબ્રિટીઓમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. એક પછી એક સ્ટારને કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે વધુ એક હૉટ એક્ટ્રેસ ઋતુપર્ણ સેનગુપ્તા પણ કોરોનાની શિકાર થઇ છે.
ઋતુપર્ણ સેનગુપ્તા એક બંગાળી એક્ટ્રેસ છે, અને એક્ટ્રેસે ખુદ પોતાના ફેન્સને કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી શેર કરી છે.
બંગાળી એક્ટ્રેસ ઋતુપર્ણ સેનગુપ્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે કે તેનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. તેને જણાવ્યુ કે આ સમયે સિંગાપુરમાં છે, અને તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે. તેને પોતાના ફેન્સની સાથે આ ખબરને શેર કરતા કહ્યું કે,- હું બતાવા માંગીશ કે હું બિલકુલ ઠીક અનુભવી રહી છું, મને શરીર કોઇપણ પ્રકારના લક્ષણો નથી મળ્યા અને ના હું નબળાઇ અનુભવી રહી છું.
સિંગાપુરમાં છું અને બિલકુલ ઠીક છુ- ઋતુપર્ણ સેનગુપ્તા
એક્ટ્રેસે જણાવ્યુ કે તે ડૉક્ટરે કહેલી વાતોને ધ્યાનમાં રાખીને ઘરે જ છે, અને રિપોર્ટના નેગેટિવ આવવા સુધી ખુદને ક્વૉરન્ટાઇન જ રાખશે. તેને જણાવ્યુ કે, મારો પરિવાર અને ઘરમાં કામ કરનારો સ્ટાફ પુરેપુરો સુરક્ષિત છે. આગળ તેને ફેન્સનો આભાર માન્યો છે.....
ગૌહર ખાન પણ કોરોના પૉઝિટીવ....
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન પણ કોરોના પૉઝિટીવ નીકળી છે. બીએમસીના ટ્વીટર હેન્ડલ પરથી આજે એક ટ્વીટ થયુ છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે એક બૉલીવુડ એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ટ્વીટ અનુસાર આ એક્ટ્રેસ પર આરોપ છે કે કોરોના સંક્રમિત હોવા છતાં તે નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહી છે. ટ્વીટમાં બીએમસીએ એક્ટ્રેસના નામનો ખુલાસો કર્યો ન હતો. વળી, બૉલીવુડ સુત્રો અનુસાર આ એફઆઇઆર ગૌહર ખાન વિરુદ્ધ નોંધાઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે ગૌહર ખાન પર આરોપ છે કે તે કોરોનાથી સંક્રમિત છે, અને નિયમોનુ પાલન ના કરતા ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીએમસીના અધિકારી ગૌહર ખાનના ઘરે ચેક કરવા પહોંચ્યા તો ત્યાં તે ના મળી. એક્ટ્રેસ કેસ દાખલ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી.