જ્યારે લવરાત્રિનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ વિરોધ થયો હતો. જાન્યુઆરીમાં આગ્રામાં ‘હિન્દુ હી આગે’ સંગઠને ફિલ્મના ટાઈટલ પર વિરોધ નોંધાવ્યો હતો. મૂવીના પોસ્ટરન પણ સળગાવ્યા હતા. એટલું જ નહીં એક વકીલે બિહારની કોર્ટમાં મૂવીના ટાઈટલને લઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુધીર કુમાર ઓઝાનો આરોપ હતો કે મૂવીનું ટાઈટલ લવરાત્રિ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.
2/4
કોઈપણ વિવાદથી બચવા માટે સલમાનને ફિલ્મનું નામ બદલવાનું જ યોગ્ય લાગ્યું. મંગળવારે રાત્રે ફિલ્મનું નવું પોસ્ટર (નવા નામ સાથે) લોન્ચ કરવામાં આવ્યું. સલમાને પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘આ કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી’.
3/4
નવી દિલ્હીઃ સલમાન ખાનના પ્રોડકસ્શન હાઉસની ફિલ્મ ‘લવરાત્રિ’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મને લઈને થનારા વિવાદોથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું નામ હિન્દુઓના પાવન પર્વ ‘નવરાત્રિ’ને મળતું આવે એ રીતે રાખવામાં આવ્યું હતું. કારણ કે આ ફિલ્મની થીમ અને કહાને આ નામ સૂટ કરી રહ્યું હતું. જોકે અનેક લોકોએ આ નામને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
4/4
એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને લરવાત્રિના ટાઈલના વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મૂવી કોઈપણ સંસ્કૃતિના લોકોની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતી. કેટલાક દક્ષિણપંથી સંસ્થાઓએ મૂવીના ટાઈટલને લઈને વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે, લવરાત્રિ હિંદુ તહેવાર નવરાત્રિનું અપમાન થી કરતું. કેટલાક લોકો, મને નથી ખબર તે કોમ છે, તેમને મૂવીના ટાઈટલથી સમસ્યા છે. આ એક સુંદર ટાઈટલ છે.