શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મોમાં કિસિંગ સીન કરવા અંગે આ એક્ટ્રેસે કહ્યુ- ‘મારો પતિ કરે તો હું કેમ ન કરું’
સનાયાએ કહ્યું, મેં પહેલીવાર ઓનસ્ક્રીન કિસ કરી છે. મને લાગે છે કે બે વ્યક્તિઓ વચ્ચે કિસિંગ ખૂબ નોર્મલ અને નેચરલ છે.
![ફિલ્મોમાં કિસિંગ સીન કરવા અંગે આ એક્ટ્રેસે કહ્યુ- ‘મારો પતિ કરે તો હું કેમ ન કરું’ sanaya irani on screen kiss if my husband can so can i ફિલ્મોમાં કિસિંગ સીન કરવા અંગે આ એક્ટ્રેસે કહ્યુ- ‘મારો પતિ કરે તો હું કેમ ન કરું’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/17082803/1-sanaya-irani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીવીનો જાણીતો ચહેરો સનાયા ઇરાનીએ બિગ સ્ક્રીન પર વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘોસ્ટથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સનાયાએ કિસિંગ સન પણ કર્યા છે. હવે એક્ટ્રેસે ઓનસ્ક્રીન કિસ પર પતિ મોહિતના રિએક્શન વિશે પણ જણાવ્યું.
સનાયાએ કહ્યું, “મેં પહેલીવાર ઓનસ્ક્રીન કિસ કરી છે. મને લાગે છે કે બે વ્યક્તિઓ વચ્ચે કિસિંગ ખૂબ નોર્મલ અને નેચરલ છે. અમારી ફિલ્મ હોરર છે અને લવસ્ટોરી માટે વધારે સમય નથી. જો તમે બતાવવા માગતા હો કે બે લોકો સાથે છે અને એકબીજા માટે શું અનુભવે છે તો તમે તેને એકબીજા સામે ઊભા રાખવાની જરૂર છે.”
જ્યારે સનાયાને સવાલ કરવામાં આવ્યો કે કિસિંગ સીન કરતા પહેલા મોહન સહગલ સાથે કોઈ વાત કરી હતી ખરી? તો જવાબ કહ્યું કે, મારા પહેલા મોહિતે એક ફિલ્મ કરી હતી જેમાં તેણે કિસિંગ સીન કર્યા હતા. તેણે મને આ વિશે વાત કરી હતી. મોહિત ખરેખર કિસિંગ સીન નહોતો કરવા માંગતો. તેણે મને કહ્યું કે આપણે એક્ટર છીએ અને આવા સીન આપણે ન કરવા જોઈએ.
અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, પછી મે કહ્યું કે તને કોઈ પ્રોમલેબ હોય તો ના કરીશ. પરંતુ જો તું મારા વિશે વિચારતો હોય કે મને શું થશે અને હું શું વિચારીશ તો મને કોઈ જ વાંધો નથી. આ સંબંધમા કોઈ ઢોંગ નથી. જો એક માણસ આવું કરે તો બીજો પણ કરી શકે. જો એ કરી શકે તો હું પણ કરી જ શકું.
ઘોસ્ટ એક હોરર ફિલ્મ છે કે જે વિક્રમ ભટ્ટે બનાવી છે. આ પહેલા પણ તે રાજ, 1920, ક્રીચર 3D જેવી ઘણી ભૂતિયા ફિલ્મ બનાવી ચૂક્યા છે. ફિલ્મમાં તે એક્ટિંગ કરતાં પણ જોવાના છે. 18 ઓક્ટોબરે તે રિલીઝ થવાની છે.
![ફિલ્મોમાં કિસિંગ સીન કરવા અંગે આ એક્ટ્રેસે કહ્યુ- ‘મારો પતિ કરે તો હું કેમ ન કરું’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/17082809/2-sanaya-irani.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)